ETV Bharat / state

Vadodara Crime : વડોદરામાં કચરાગાડીની અડફેટે ચડેલી બાળકીના સીસીટીવી, સારવાર દરમિયાન મોત થતાં પિતાની ન્યાયની માગ

author img

By

Published : Aug 7, 2023, 4:58 PM IST

વડોદરા મહાનગરપાલિકાની ડોર ટૂ ડોરની ગાડીએ 4 વર્ષની બાળકીને કચડી નાખી હતી. આ ઘટના સીસીટીવીનાં કેદ થઇ હતી. અકસ્માત બાદ સારવારમાં ખસેડાયેલી બાળકીનું મોત નીપજ્યું હતું. બાળકીના પિતાએ ન્યાયની માગણી કરી છે.

Vadodara Crime : વડોદરામાં કચરાગાડીની અડફેટે ચડેલી બાળકીના સીસીટીવી, સારવાર દરમિયાન મોત થતાં પિતાની ન્યાયની માગ
Vadodara Crime : વડોદરામાં કચરાગાડીની અડફેટે ચડેલી બાળકીના સીસીટીવી, સારવાર દરમિયાન મોત થતાં પિતાની ન્યાયની માગ

ન્યાયની માગણી

વડોદરા: વડોદરા શહેરના જલારામનગર-2માં વડોદરા કોર્પોરેશનની ડોર ટુ ડોર કલેક્શનની ગાડીની અડફેટે 4 વર્ષની બાળકીનું મોત થયું હતું. બાળકી કચરાની ગાડીની બાજુમાં રમતી CCTVમાં દેખાય છે અને ત્યારબાદ બાળકીની માતા અને આસપાસના રહીશો દોડતા પણ દેખાય છે અને ડોર ટુ ડોર કચરાની ગાડીનો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થતો દેખાય છે. આ મામલે બાળકીના પિતાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે અને અકસ્માત સમયે ઇયર ફોન કાનમાં નાખીને ફોનમાં વ્યસ્ત ડ્રાઇવર સામે કાર્યવાહી કરીને દીકરીને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે.

હાલમાં આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે...સી. બી ટંડેલ(પીઆઈ,હરણી પોલીસ મથક )

બાળકીને ગંભીર ઇજાઓ પહોંચી : મૂળ ઉત્તરપ્રદેશના અને વડોદરાના વીઆઇપી રોડ પર આવેલ જલારામનગર-2માં રહેતા બ્રિજેશકુમાર શ્રીકંચનસીંગ કુશવાહ (ઉ.24)એ હરણી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું છે કે હું શાકભાજીનો ધંધો કરું છું. હું 5 ઓગસ્ટના રોજ સવારે ધંધાર્થે ઘરની બહાર નીકળ્યો હતો. તે વખતે મારી પત્નીનો મારા ઉપર ફોન આવ્યો હતો કે, મારી 4 વર્ષની દીકરી નેન્સી મારા ઘરની બહાર શેરીમાં રમતી હતી, તે સમયે વડોદરા મહાનગરપાલિકાની ડોર ટુ ડોર કચરાની ગાડીના ડ્રાઇવરે મારી દીકરીને ટક્કર મારી છે અને મારા દીકરીના ડાબા હાથ પરથી કચરાની ગાડીનું ટાયર ફરી વળ્યું છે. જેથી મારી દીકરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેને લોહી નિકળવા લાગ્યું છે.

હું તાત્કાલિક મારા ઘરે દોડી ગયો હતો અને મારી દીકરીને 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ગયા હતા. જ્યાંથી તેને વધુ સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં મારી દીકરીનું સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. હું મારી દીકરીની સારવારમાં વ્યસ્ત હતો એ દરમિયાન કચરાના ટેમ્પોનો ડ્રાઇવર (GJ-06-BT-9776)ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ મામલે મેં હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બાળકીનું પોસ્ટમોર્ટમ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું...બ્રિજેશકુમાર કુશવાહ(મૃતક બાળકીના પિતા)

દીકરીના પિતાની ન્યાય માટે માંગ : આ અંગે દીકરીના પિતા બ્રિજેશકુમારે જણાવ્યું હતું કે, મારી નાની દીકરી અહીંયા રમી રહી હતી અને કચરાની ગાડી વાળો આવ્યો તેનો મોબાઈલ ચાલતો હતો કાનમાં હેન્ડસ ફ્રી લગાવેલ હતા. તેણે આગળ પાછળ જોયું ન હતું અને છોકરી રમતી હતી તેને ગાડી ચાલુ થતાં જ પડી ગઇ અને હાથમાં ટાયર ફરી વળતા બૂમ પડતા તેને ખબર પડી અને ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં હું કામ પરથી આવ્યો અને આસપાસના લોકો એકત્ર થઈ એમ્બ્યુલન્સને જાણ કરી અને બાળકીને એમ્બ્યુલન્સ દ્વારા સયાજી હોસ્પિટલમાં અને ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. સારવાર બાદ દીકરીનું મોત નિપજ્યું હતું. આ ગાડી કચરાની હતી અને આ અંગે દીકરીના પિતા ન્યાયની માંગ કરી રહ્યા છે.

અવારનવાર અકસ્માતો બનતા રહે છે : આ અંગે સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, શહેરમાં આવેલ જલારામનગર વિભાગ 2માં બે દિવસ અગાઉ ડોર ટુ ડોર કચરા કલેક્શન ગાડીમલના કારણે એક 4 વર્ષની દીકરી નેન્સીનું મોત થયું છે. કચરા કલેક્શનની ગાડીઓના ડ્રાઇવરો બેફામ ગાડીઓ ચલાવતા હોય છે સાથે કેટલીક વાર મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોય છે. શહેરમાં અવારનવાર આવી ઘટનાઓ બનતી હોય છે. અગાઉ પણ ધોરણ 10માં અભ્યાસ કરતી દીકરીનું પણ મોત નીપજ્યું હતું. આ ગાડીઓમાં ઓવરલોડ ભરવામાં આવે છે. જેના કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે. તમામ સત્તાધીશીને કહેવાનું કે સામાન્ય નાગરિકને સીટબેલ્ટ અને હેલ્મેટના નામે દંડ લેવામાં આવે છે. તો પછી આવી ગાડીઓમાં ઓવરલોડ હોવા છતાં પગલાં લેવાતા નથી. સાથે આવા વાહનચાલકોને લાઇસન્સ વગર હોય તેવા કોન્ટ્રાક્ટર અને ડ્રાઇવર સામે પગલાં લેવા જોઈએ. આ સાથે 4 વર્ષની નેન્સીના પરિવારને ન્યાય મળવો જોઈએ તેવી અમારી માંગ છે.

  1. Surat Accident : સુરતમાં ડમ્પર બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 3 યુવકના મૃત્યુ, ડમ્પર બળીને ખાખ થયું
  2. Surat Crime : સુરતમાં 6 વર્ષના બાળકને ડમ્પર ચાલકે અડફેટે લેતાં થયું મોત, પરિવારે આરોપીને પકડી પોલીસને સોંપ્યો
  3. ડીસામાં ડમ્પર ચાલકે અડફેટે લેતા સાયકલ સવાર વિદ્યાર્થીનું કમકમાટી ભર્યું મૃત્યુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.