ETV Bharat / state

Land grabbing cases: આરોપીના બેંક ખાતામાંથી રુપિયા1 કરોડ મળ્યા, પૂછપરછનો ધમધમાટ શરૂ - જમીન પચાવી પાડવાના કેસમાં બેંક ખાતું

વડોદરા ક્રાઇમ બ્રાન્ચેને આરોપીના (Land grabbing cases Vadodara) બેંક ખાતામાંથી રુપિયા 1 કરોડ મળ્યા હોવાનું સામે આવ્યું છે. જેમાં રુપિયા 1.5 કરોડનું ટ્રાન્જેક્શન થયું છે. બેંકના મેનેજર અને પ્લોટ ખરીદનારાઓના નિવેદનો લીધા છે.

Land grabbing cases: વડોદરા ક્રાઇમ બ્રાન્ચેને આરોપીના બેંક ખાતામાંથી રુપિયા1 કરોડ મળ્યા, બેંક મેનેજરને પણ બોલાવાયા

author img

By

Published : Jan 24, 2023, 10:57 AM IST

વડોદરા: શહેરના દંતેશ્વર ખાતેની અંદાજે 100 કરોડની કિંમતની સરકારી જમીન પચાવી પાડવા મામલે આરોપી સંજયસિંહ બચુસિંહ પરમારને શહેર ક્રાઇમ બ્રાન્ચે પોલીસ કસ્ટડીના રીમાન્ડ પર મેળવ્યા છે. જેમાં તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીઓએ પ્લોટના (Land grabbing cases) દોઢ કરોડ રૂપિયા બેંક ખાતામાં જમા કરાવ્યા છે. સાથે જ ક્રાઇમ બ્રાન્ચે કોર્પોરેશન, સીટી સર્વેની કચેરીના અધિકારીઓ, બેંકના મેનેજર અને પ્લોટ ખરીદનારાઓના નિવેદનો લીધા છે.

આ પણ વાંચો Vadodara Crime : વડોદરામાં શાળામાંથી 17 વર્ષની વિદ્યાર્થિની ગુમ, અપહરણની શંકાથી પોલીસ પાલીતાણા પહોંચી

1 કરોડ લીધા: વડોદરા ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર લેન્ડ ગ્રેબિંગ કેસમાં શહેરના દંતેશ્વરમાં સર્વે નં.541 ફાઇનલ પ્લોટ નં.879 તથા 881 માં આરોપી સંજયસિંહ પરમારે કાનન વીલા-1 અને કાનન વીલા-2 પ્લોટોની સ્કીમમાં પ્લોટ ખરીદનાર ગ્રાહકોના નિવેદનો લેવામાં આવ્યા છે. આ ગ્રાહકોને નિવેદનો લેતા હાલ સુધીના ગ્રાહકો પાસેથી આશરે એક કરોડ જેટલી રકમ આરોપી સંજયસિંહ પરમારે મેળવી લીધી છે તેમ જાણવા મળ્યું છે. તેમજ નિવેદન લેવાના બાકી રહેલ અન્ય પ્લોટ ખરીદનાર ગ્રાહકોને નિવેદન લખાવવા માટે નોટીસો પાઠવવામાં આવી છે.

નિવેદન આપ્યા: આ જમીનનના પ્રોપર્ટી કાર્ડમાં જમીન ધારણકર્તા તરીકે મહિજીભાઇ ઝીણાભાઇ રાઠોડનું નામ કેવી રીતે અને કયા રેકર્ડ આધારે દાખલ કરવામાં આવેલ છે તેની તપાસ કરવા સીટી સર્વે-4 ની કચેરીથી સબંધીત સીરસ્તેદાર તથા મેન્ટેનન્સ સર્વેયર નાઓને જરૂરી રેકર્ડ સાથે બોલાવી તેઓના પણ નિવેદનો લેવામાં આવ્યા છે. તેમજ આરોપીએ ફાઇનલ પ્લોટ નં.873 ઉપર બનાવેલ લક્ષ્મીનિવાસ હાઉસની રજા ચિઠ્ઠી બાબતે વી.એમ.સી. બાંધકામ પરવાનગી વિભાગના એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયરને રેકર્ડ સાથે બોલાવી રેકર્ડની ખાત્રી કરી નિવેદનો નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો Vadodara Crime : વ્હાઇટ હાઉસ કૌભાંડ મામલે આરોપીને સાથે રાખી તપાસ ધરી હાથ, કોર્ટે રિમાન્ડ કર્યા મંજુર

અધિકારીઓને બોલાવાયા: આ જમીનનું ટી.પી.એફ ફોર્મમાં કલેક્ટરના નામ સાથે ખેડૂત મહીજીભાઇ ઝીણાભાઇ રાઠોડનું નામ કેવી રીતે આવ્યું તે અંગેની તપાસ કરવા વી.એમ.સી. ટી.પી. વિભાગના ડેપ્યુટી ટીડીઓ તથા જુનીયર ક્લાર્ક તથા ડ્રાફ્ટમેનને જરૂરી રેકર્ડ સાથે નિવેદન લખાવવા ક્રાઇમ બ્રાન્ચ બોલાવી તેમના નિવેદનો લેવામાં આવ્યા છે.

દોઢ કરોડનું ટ્રાન્જેક્શન થયું: તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી સંજયસિંહ બચુભાઇ પરમારે ગ્રાહકોને વેચેલ પ્લોટના નાણાં ખેડુતના વારસદાર શાંતાબેન બચુભાઇ રાઠોડ સાથે HDFC બેન્ક તથા IOB બેન્કમાં ખાતુ ખોલી તેમાં જમા કરાવ્યા છે. જેથી HDFC બેન્કના મેનેજરને જરૂરી રેકર્ડ સાથે બોલાવી બેન્ક ખાતાની ચકાસણી કરી નિવેદન લેવામાં આવ્યું છે. જેમાં જાણવા મળ્યું છે કે બેંક ખાતામાં આશરે દોઢ કરોડનું ટ્રાન્જેકશન થયું છે. આ ટ્રેન્જેકશનની ક્યાં કોને થયા તેની આગળ તપાસ ચાલુ છે તેમજ આ ગુનાના અન્ય સહ આરોપી શાંતાબેન બચુભાઇ રાઠોડની તપાસ માટે અલગ અલગ ટીમો રવાના કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.