વડોદરા: વડોદરા ક્રાઇમ બ્રાંચ તરફથી મળતી માહિતી અનુસાર, બે દિવસ પહેલા ટ્રાફિક બ્રિગેડમાં નોકરી કરતા જયરાજ પર્વત હઠીલા અને સંજય પ્રવિણ સોલંકી તેમના 2 સાગરીતો સુરેન્દ્ર બાબુ બરજોડ અને સુનિલ રમેશ કલારાએ દારૂ ભરેલી કારનો પીછો કર્યો હતો. કાર ચાલક પોલીસ પીછો કરી રહી છે, તેવું અનુમાન લાગતા આરોપી કાર રસ્તા ઉપર જ મૂકીને ફરાર થઇ ગયો હતો. તે દરમિયાન ક્રાઇમ બ્રાંચે કારની તપાસ કરતા તેમાંથી દારૂ મળી આવ્યો હતો.
ક્રાઇમ બ્રાંચે કાર અને દારૂને કબ્જે કરી લીધી હતી. જે બાદ તેઓએ તેમાંથી 24 દારૂની બોટલ અને રૂપિયા 3,94,500, બે મોબાઇલને કબ્જે કર્યા હતાં. ટોળકીએ વિદેશી દારૂનો જથ્થો ખંભાતના ઉદેલ ગામમાં હોવાનું જણાવતા ક્રાઇમ બ્રાંચની માહિતીના આધારે ખંભાત રૂરલ પોલીસે ઉદલ ગામમાં સંજય સોલંકીના ઘરમાંથી રૂપિયા 1,65,300નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.