વડોદરા : વડોદરા જિલ્લાના ડભોઇમાં પરણિતાની છેડતી કરતો રોમીયો ઝડપાયો હતો. ડભોઈમાં પરિણીતાની છેડતી કરવાના બનાવમાં આરોપીને પકડીને ડભોઇ પોલીસે સળિયા ગણતો કરી દીધો હતો. વડોદરા ડભોઇ પોલીસે ખાણ ખનીજ વિભાગમાં સર્વેયર તરીકે કાર્ય કરતા આરોપી શખ્સને ગણાતરીના કલાકોમાં પકડી લીધો હતો.
મજનુગીરી કરતાં શખ્સની હેરાનગતિ : આ કેસની વિગત એવી છે કે ડભોઇના ગોવિંદ પાર્ક -2માં રહેતી એક પરણિતાના થોડાક સમય પહેલા વડોદરા ખાતે લગ્ન કરવામાં આવ્યા હતાં. પરંતુ તેનું પિયર ડભોઇની ગોવિંદ પાર્ક-2 સોસાયટી ખાતે આવેલ છે જેથી આ પરણિતા વારંવાર પોતાના માતાપિતાને ત્યાં આવતીજતી હતી.આ પરણિતાને તે સમય દરમિયાન પોતાની જ સોસાયટીમાં રહેતા પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ નામની વ્યક્તિ બિભત્સ ઈશારા અને અશ્લીલ હરકતો કરી હેરાનગતિ કરતો હતો. એટલું જ નહીં આરોપી શખ્સ પરણિતાને ફોન કરીને તારું લગ્નજીવન ખરાબ કરી નાખીશ એવા ધમકીઓ ભર્યા મેસેજ પણ અવારનવાર કરતો હતો.
આ પણ વાંચો વલસાડમાં પરણિતાને અશ્લીલ મેસેજ કરતા રોમીયોને 181 અભયમની ટીમે પોલીસ હવાલે કર્યો
ખાણખનીજ વિભાગમાં મસ્ટર ઉપર પૃથ્વીરાજ બજાવે છે ફરજ : જાણવા મળતી માહિતી મુજબ પરણિતાની છેડતીનો આરોપી પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ નામની વ્યક્તિ જે માસ્ટર ઉપર ખાણ ખનીજ વિભાગમાં સર્વેયર તરીકે પોતાની ફરજ બજાવી રહ્યો છે. સરકારી કર્મચારી દ્વારા આવા બિભત્સ વર્તનના કારણે સમગ્ર ડભોઇ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
પરણિતાએ પરિવારને જાણ કરી : પોતાના પિયરમાં આ પરણીતા આવતી હતી તે સમય દરમિયાન પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણ નામની વ્યક્તિ તેને બિભત્સ વર્તન કરી હેરાન કરતો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરણિતાએ પોતાના પતિ અને માતાપિતાને કરી હતી. જેથી પરિવારના સભ્યોએ પરણિતાને હિંમત આપી હતી. પરિણામે ન્યાય મેળવવા માટે આ પરણિતાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક
આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે : ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને જેલભેગો કર્યો ડભોઇ ગોવિંદ પાર્ક 2માં રહેતી આ પરણીતાને પોતાની જ સોસાયટીમાં રહેતો યુવક હેરાન કરતો હતો . જેથી પરિવારનો સાથ લઈ તેને ડભોઇ પોલીસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેથી ડભોઇ પોલીસના જવાનોએ તાત્કાલિક આ પૃથ્વીરાજસિંહ રામસિંહ ચૌહાણની ધરપકડ કરી જેલભેગો કરી દીધો હતો અને વધુ તપાસ અર્થે આગળની કાનૂની કાર્યવાહી આરંભી છે. ડભોઇ પી.આઈ.એસ.જે.વાઘેલાએ વઘુમાં જણાવ્યું હતું કે આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવશે અને આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી આરંભી દેવામાં આવી છે.