વડોદરા : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલ એક સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી 17 વર્ષિય વિદ્યાર્થિની સ્કૂલેથી છૂટી ઘરે પરત ન પહોંચતા પરિવારે અપહરણ થયા અંગેની ફરિયાદ ગોત્રી પોલોસ મથકમાં નોંધાવી છે. વડોદરામાં શાળામાંથી 17 વર્ષની વિદ્યાર્થિની ગુમ થવા અંગે હાલમાં અપહરણની શંકા સાથે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
માતા સ્કૂલમાં મુકવા ગઈ હતી : વડોદરાના સેવાસીમાં રહેતી વિદ્યાર્થિનીને ગત 18 જાન્યુઆરીના રોજ તેની માતા ઘરેથી લઇ સી.ટી.બસમાં બેસી શ્રી ગાયત્રી વિદ્યાલયમાં મુકવા માટે ગઇ હતી. બપોરે પોણા બાર વાગ્યે વિદ્યાર્થિનીને સ્કૂલના ગેટની અંદર મુકી માતા ઘરે પરત ફરી હતી. ત્યાર બાદ સાંજે પાંચ વાગ્યે માતા તેમની પુત્રીને લેવા માટે સ્કૂલે પહોંચી હતી. જો કે પુત્રી સ્કૂલ છૂટી છતાં બહાર ન આવતા સ્કૂલમાં શિક્ષકને જઇને પુત્રી વિશે પુછ્યું હતું.
આ પણ વાંચો Child Missing Case Ahmedabad : અમદાવાદ શાળામાંથી ગુમ થયેલો બાળક ખરેખર થયો હતો ફરાર, હતું આ કારણ
વિદ્યાર્થીની ક્લાસમાં જ આવી ન હતી : માતાની પૂછપરછમાં શિક્ષકે જણાવ્યું હતું કે તેમની પુત્રી ક્લાસમાં આવી જ નથી. જેથી આ અંગે મહિલાએ તેના પતિને જાણ કરી હતી. તેમજ સગાસંબંધીઓ અને બહેનપણીઓને ત્યાં પણ તપાસ કરી હતી. પરંતુ સગીરાની ભાળ મળી ન હતી. છેલ્લા ચાર દિવસથી સગીરા વિશે કોઇ જાણકારી ન મળતા માતાએ તેમની પુત્રીનું અજાણ્યા શખ્સ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોવાની ફરિયાદ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
અપહરણની શંકાથી પોલીસ પાલીતાણા પહોંચી : આ અંગે ગોત્રી પોલોસ મથકના પીઆઈએ જણાવ્યું હતું કે આ મામલે પોલીસ દ્વારા તપાસ ચાલુ છે. હાલમાં પોલીસ દ્વારા શંકાસ્પદ બે વ્યક્તિ પર શંકાના આધારે બંનેની પૂછપરછ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે આ સગીરાની ઓનલાઈન હિસ્ટ્રી ચેક કરતા છેલ્લા 4 મહિનાથી અન્ય વ્યક્તિ સાથે વારંવાર વાતચીત અને સોશિયલ મીડિયાના માધ્યમથી ચેટિંગ કરતી હોવાની પોલોસને પાલીતાણા વિસ્તારનું લોકેશન માળતા જ એક ટીમ પાલિતાણા પહોંચી છે. હાલમાં ત્યાંથી એક વ્યક્તિ મળી આવતા પૂછપરછ અને તપાસ ચાલુ છે. પોલીસ દ્વારા તાત્કાલિક શંકાસ્પદ વ્યક્તિ અને ટેકનીકલ બાબતોને ધ્યાનમાં લઈ વધુ તપાસ ચાલી રહી છે અને ઝડપી સફળતા મળી શકે છે.
અગાઉ આવી ઘટનામાં સજા : ઉલ્લેખનીય છે કે વર્ષ 2011માં બાપોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ એક સગીરા ભણવાના ચોપડા લઈને આવું છું. તેમ કહી ને ઘરેથી નીકળ્યા બાદ ઘરે પરત નહી ફરવાનો બનાવ બન્યો હતો. આ કેસમાં સગીર દીકરીનું અજાણ્યા વ્યક્તિ વિષે અપહરણ કરી લઈ ગયાં હતાં. ત્યારબાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. સગીરાના અપહરણને બળાત્કારના ગુનામાં વડોદરા સેશન્સ કોર્ટમાં પોસ્કો એક્ટ અન્વયે આરોપીને 20 વર્ષની સખત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.