વડોદરા શહેરમાં ગીત વિસ્તારોમાં ટ્રાફિક સમસ્યા કોર્પોરેશન માટે માથાનો દુખાવો છે. ત્યારે ટ્રાફિક પ્રોબ્લેમ નિવારણ (Traffic Problem Prevention )માટે વડોદરા કોર્પોરેશનનો એક્શન પ્લાન (Vadodara Corporation Action Plan)તૈયાર થઇ ગયો છે. જેમાં શહેરના નાનામોટા 60 શાકમાર્કેટ અને શુક્રવારી બજાર સ્થળાંતર ( Vegetable Market and Friday Market shift ) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રાફિક અને સ્થાનિકોની સમસ્યાને લઇ પાલિકાનો નિર્ણય વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જાહેર માર્ગ ઉપર ભરાતા શાકમાર્કેટ અને શુક્રવારી બજારના કારણે વારંવાર ટ્રાફિક અને અન્ય અડચનરૂપ સમસ્યાઓના કાયમી નિરાકરણ (Traffic Problem Prevention )માટે એક્શન પ્લાન બનાવવામાં (Vadodara Corporation Action Plan)આવ્યો છે. તબક્કાવાર આ દબાણો અને શાકમાર્કેટો દૂર કરશે. જેથી વર્ષોથી હાલાકી ભોગવતા સ્થાનિક રહીશો અને વાહન ચાલકોને કાયમી ધોરણે રાહત મળી શકે છે. કોર્પોરેશન દ્વારા વડોદરાના નાનામોટા 60 શાકમાર્કેટની ઓળખ કરીને યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાંથી હાલમાં એક શાકમાર્કેટને સ્થળાંતરણ ( Vegetable Market and Friday Market shift ) કરાયું છે. આગામી દિવસોમાં તમમાં શાકમાર્કેટને યોગ્ય જગ્યાએ સ્થળાંતર કરશે.
આ પણ વાંચો વ્યાજખોરો સામે વડોદરા પોલીસે ચડાવી બાંયો, લોક દરબારમાં જ મળી 7 અરજી
પાલિકાનો એક્શન પ્લાન વડોદરા શહેરના અનેક મુખ્ય માર્ગો ઉપર શાકભાજીના વેપારીઓએ કબજો જમાવી લીધો છે. કોર્પોરેશન દ્વારા હાલમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે મુખ્યમાર્ગ ઉપર ભરાતા શાકભાજી માર્કેટને દૂર કરવામાં આવ્યું હતું. આ માર્કેટ હવે સુપર બેકરી પાસેના પાલિકાના પ્લોટમાં સ્થળાંતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. તે જ રીતે હવે વડોદરા કોર્પોરેશન દ્વારા તબક્કાવાર વડોદરાના માર્ગો ઉપર નાના-મોટા ભરાતા શાકભાજી માર્કેટ્સનું સ્થળાંતર ( Vegetable Market and Friday Market shift ) કરવા માટે એક્શન પ્લાન (Vadodara Corporation Action Plan)તૈયાર કરી દેવામાં આવ્યો છે.
શ્રમજીવીઓની આજીવિકાને દયાને લઈ સ્થળાંતરણ શહેરના જાહેર માર્ગ ઉપર ભરાતા શાકમાર્કેટ ના કારણે સ્થાનિક રહીશો તથા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત ગેરકાયદે દબાણો અને સામાન્ય અકસ્માત ઝઘડાનું કારણ બને છે. ખાસ કરીને મુખ્ય માર્ગ ઉપર ભરાતા આ પ્રકારના શાકમાર્કેટમાં લારી અને પથારા ધારકો રીતસરનો કબજો જમાવી લેતા મોટાભાગના સ્થળોએ આ કાયમી માથાનો દુખાવો બન્યો છે. તો બીજી તરફ શ્રમજીવી પરિવારની આજીવિકા પણ જરૂરી છે, ત્યારે આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે વડોદરા કોર્પોરેશનને એક્શન પ્લાન (Vadodara Corporation Action Plan)બનાવ્યો છે.
શુક્રવારી બજારનો નિયમ વિરુદ્ધ વ્યાપ વિસ્તર્યો થોડા સમય અગાઉ મ્યુનિસિપલ કમિશનરે ચાર રસ્તા ખાતેના લારી ગલ્લાના દબાણો દૂર કરતા થોડા દિવસ માટે રાહત મળી હતી. પરંતુ કોર્પોરેશનની કામગીરી નિષ્ક્રિય બનતા શહેરના મુખ્ય જંક્શનો પર પુન: દબાણો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત શુક્રવારી બજારનો નિયમ વિરુદ્ધ વ્યાપ વિસ્તર્યો છે. તેના કારણે પણ સ્થાનિક રહીશો અને વાહન ચાલકો મુશ્કેલી વેઠી રહ્યા છે.
આ પણ વાંચો 12 સ્ટેશનમાંથી વડોદરામાં બુલેટ ટ્રેનની કામગીરીનો નજારો નિહાળો
આસપાસના વિસ્તારમાં સ્થળાંતર કરશે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષે ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,તમામને પોતાના કુટુંબને રોજગારી ચાલી રહે તે પ્રકારની એક સામાન્ય સુવિધા કોર્પોરેશન દ્વારા પોતાના વિસ્તારમાં નવીન શાકમાર્કેટ બનાવી આપવાની દિશામાં છે. જેમાં હાલમાં ગોરવા શાકમાર્કેટ અને પાણીગેટ શાકમાર્કેટને આખરી ઓપ (Vadodara Corporation Action Plan) આપ્યો છે. આ શાકમાર્કેટને આસપાસના વિસ્તારમાં વડોદરા શહેરમાં નાનામોટા 60થી વધુ શાકમાર્કેટ છે. એક શાકમાર્કેટના સ્થળાંતર ( Vegetable Market and Friday Market shift ) પાછળ અંદાજે 10 લાખ જેટલો ખર્ચની શક્યતા છે.
અલાયદી ગ્રાન્ટ ફાળવવા વિચારણા પ્રથમ તબક્કે ગધેડા શાકમાર્કેટને સુપર બેકરી પાસે કોર્પોરેશનના પ્લોટમાં વેપારીઓને સુવિધા ઉભી કર્યા બાદ ખસેડવાનું (Vadodara Corporation Action Plan) આયોજન હાથ ધરવામાં આવ્યું છે. ત્યારબાદ તમામ શાકમાર્કેટનું આ પ્રકારે સ્થળાંતર થાય જેથી વાહન ચાલકોને રાહત મળે અને વેપારીઓની રોજી રોટી છીનવાય નહીં. તે માટે અલાયદી ગ્રાન્ટ ફાળવવા આગામી બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. જે અંગે આગામી દિવસોમાં ચર્ચા વિચારણા બાદ નિર્ણય ( Vegetable Market and Friday Market shift ) લેવામાં આવશે.