વડોદરા: ડભોઈમાં કોરોનાનો એક પણ કેસ એક્ટિવ નથી. આજરોજ ડભોઇ કોંગ્રેસે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ડભોઈને ઓરેન્જ ઝોનમાં સમાવી લેવા અને દુકાનો ચાલુ કરવા માટે માંગ કરી હતી.
તેમજ ગૃહ વિભાગે આપેલા વધુ 14 દિવસના લોકડાઉનથી શ્રમજીવીઓની હાલત કફોડી થશે તેવા આક્ષેપ કર્યા હતાં.