ETV Bharat / state

Vadodara BJP worker resigns: નગર સેવકો ફોન ન ઉપાડતા હોય તેવા આક્ષેપ સાથે વડોદરામાં બીજેપીના કાર્યકરનું રાજીનામું - Vadodara BJP

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના( East area of Vadodara city)બીજેપીના સક્રિય કાર્યકરે રાજીનામું( Vadodara BJP worker resigns)આપ્યું છે. લોક પ્રશ્ને નગરસેવકો ફોન નહીં ઉપાડતા હોવાનું કારણ જણાવી 16 વર્ષથી પાર્ટીના સક્રિય સભ્ય પ્રવીણકુમાર રોહિતે રાજીનામું આપી દેતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.

નગર સેવકો ફોન ન ઉપાડતા હોય તેવા આક્ષેપ સાથે વડોદરામાં બીજેપીના કાર્યકરનું રાજીનામું

author img

By

Published : Apr 15, 2022, 12:43 PM IST

વડોદરાઃ આગામી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)પૂર્વે વડોદરા શહેર ભાજપમાં જૂથબંધી( Vadodara BJP worker resigns )ચાલતી હોવાના કારણે કાર્યકરો નારાજ થયા છે. લોક પ્રશ્ને નગરસેવકો ફોન નહીં ઉપાડતા હોવાનું કારણ જણાવી આજવા રોડ પરના 16 વર્ષથી પાર્ટીના સક્રિય સભ્યએ રાજીનામું આપી દેતા રાજકીય મોરચે ગરમાવો આવ્યો છે.

નગરસેવકો પ્રજાના પ્રશ્ને ફોન નહીં ઉપાડતા હોવાના આક્ષેપ - શહેર ભારતીય જનતા પાર્ટીના (Bharatiya Janata Party )પૂર્વ વિસ્તારના વોર્ડ 5, હાલ 4માં યુવા મોરચા ઉપપ્રમુખ, એસસી મોરચા શહેર કારોબારી, વોર્ડ ( East area of Vadodara city)કારોબારી તરીકે અને વિવિધ કામગીરી કરનાર કારોબારી સભ્ય તેમજ વ્યવસાયે વકીલ પ્રવીણકુમાર રોહિતે ભારતીય જનતા પાર્ટીએ આજદિન સુધી રોહિત સમાજ તરફ ધ્યાન નહીં આપી કશું કર્યું નથી તેમજ વોર્ડમાં એક તરફી શાસન ચાલી રહ્યું છે અને નગરસેવકો ફોન નહીં ઉપાડતા હોવાના આક્ષેપ સાથે પક્ષમાંથી રાજીનામુ આપી દીધું છે. જોકે પક્ષ દ્વારા સ્વીકારવામાં નહીં આવતા તેઓએ રાજીનામુ સોશિયલ મીડિયામાં અપલોડ કરતા ભાજપમાં જૂથબંધી સપાટી પર આવવા પામી હતી.

આ પણ વાંચોઃ કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા નેતાઓ, ધારાસભ્યોનું અત્યારે કોઈ સરનામું નથી: સી.જે.ચાવડા કોંગ્રેસ ધારાસભ્ય

અમારું પાર્ટીમાં ભવિષ્ય અંધકારમય - વડોદરા શહેર ભાજપમાંથી રાજીનામુ આપનાર પ્રવીણકુમાર રોહિતે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય મારા રોલ સમાજ તરફ ધ્યાન આપ્યું નથી. છેલ્લા 20 વર્ષથી અમારા સમાજને અન્યાય થયો તે બાબતે જાણકારી હોવા છતાં પાર્ટીમાં જોડાયેલા છે. પરંતુ એમ લાગી રહ્યું છે કે ભવિષ્યમાં પણ અમારા રોહિત સમાજ અને અમારું પાર્ટીમાં કોઈ ભવિષ્ય દેખાતું નથી તેથીમેં પ્રાથમિક સભ્ય પરથી અને ચાલુ હોદ્દા પરથી રાજીનામું રાજીખુશીથી આપી દીધું છે. વોર્ડ નંબર ચારમાં એક તરફી શાસન ચાલતું હોય અને ચાલે છે. તેમ દેખાતું હોય વિસ્તારમાં કોઇ કામગીરી નથી થતી.

નગર સેવકો પણ ફોન ઉચકતાં નથી - આ ઉપરાંત નગર સેવકો પણ ફોન ઉચકતાં નથી વિસ્તારની પ્રાથમિક સમસ્યાઓને પણ ધ્યાન નથી અને ચૂંટણીમાં જીત્યા પછી આજવા રોડની સમસ્યાઓને જોવા નથી આવતા. વોર્ડ નંબર ચારમાં અમારા જેવા જૂના કાર્યકર્તાઓની ગણતરી ન થતી હોય આ પહેલાં પણ રાજીનામું આપ્યું હતું. પરંતુ ગત ચૂંટણી વખતે સમાધાન થઇ જતા રાજીનામું પાછું ખેંચી લીધું હતું અને જીત્યા પછી અમારા જેવા કાર્યકર્તાઓને કોઈ કદર થઈ નહીં. માટે ફરીથી રાજીનામું આપી દીધું છે. કોઈથી નારાજગી નથી. પરંતુ કાર્યકર્તાઓના કામ ન થતા હોય તેથી સ્વેચ્છાએ આ રાજીનામું આપી દીધું છે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચોઃ Dissatisfaction In Gujarat Congress: 24 કલાકના અલ્ટિમેટમ બાદ દહેગામના પૂર્વ MLA કામિનીબા રાઠોડનું કોંગ્રેસમાંથી રાજીનામું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.