- વડોદરામાં ભાજપ કાર્યકરોનો ગંભીર આરોપ
- આશોજના પ્રવિણ સોલંકીએ રૂ. 11 લાખ લઈને ટિકિટ વેચી હોવાના આક્ષેપ
વડોદરા: આસોજ ગામના પ્રવિણ સોલંકીએ ભાજપમાંથી ઉમેદવારી માટે ટિકીટ માંગી હતી. પરંતુ તેમને ટિકીટ ન મળતા પ્રવિણભાઈએ ભાજપના હોદ્દેદારો સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમજ વિરોધ નોંધાવ્યો હતો. સમગ્ર ઘટનાના કારણે જીલ્લા ભાજપમાં ભારે ખળભળાટ મચ્યો છે.
પ્રવિણ સોલંકીએ દશરથ જિલ્લા પંચાયત બેઠક પર માંગી હતી ટિકિટ
ભાજપ દ્વારા વડોદરા ખાતે જીલ્લાની ઓફિસ ખાતે ગુરુવારે જીલ્લા પંચાયતના ઉમેદવારોની જાહેરાતને પગલે ટિકિટથી વંચિત થયેલા આસોજના કાર્યકર પ્રવિણ સોલંકીએ જિલ્લા ભાજપ મહામંત્રી કલ્પેશ પટેલ, બક્ષીપંચ મોરચાના મહામંત્રી રસિક પ્રજાપતિ, તાલુકા મહામંત્રી સરદાર ભાઈ પર રૂપિયા લઇને ટિકીટો વેચી હોવાના આક્ષેપ કર્યા છે. તેણે દશરથ જીલ્લા પંચાયત બેઠક પરથી ટિકીટ માંગી હતી જો કે ભાજપે તેમની જગ્યાએ નરેન્દ્ર રોહિતને ટિકીટ આપતા આક્રોશ તેમણે વ્યક્ત કરી જીલ્લા, તાલુકા મહામંત્રી સહિત બક્ષીપંચ મોરચાના મહામંત્રીએ રૂપિયા લીધા હોવાનો આરોપ લગાવ્યો હતો.