ETV Bharat / state

વડોદરા: મંજુસર GIDCની ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરની રૂ. 1.03 કરોડની છેતરપિંડી, પાણીગેટ પોલીસે ગુનો નોંધ્યો - મંજુસર જીઆઈડીસીમાં કરોડોની છેતરપિંડી

વડોદરાના સાવલીમાં આવેલી મંજુસર GIDCમાં કંપનીના ડિરેક્ટરે સ્ટીલના વેપારી પાસેથી મટીરીયલ ખરીદી રૂ. 1.03 કરોડ ઉપરાંતના પૈસાની ચૂકવણી કરી ન હતી. આ અંગે પાણીગેટ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

વડોડરા: મંજુસર GIDCના ડિરેક્ટરે રૂ. 1.03 કરોડની છેતરપિંડી કરતા પાણીગેટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

author img

By

Published : Dec 17, 2020, 5:29 PM IST

  • મંજુસર GIDCમાં છેતરપિંડીનો બનાવ
  • સ્ટીલના વેપારી પાસેથી મટીરીયલ ખરીદી રૂ. 1.03 કરોડ ઉપરાંતની છેતરપિડી કરી
  • ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર અનિલ રાય વિરૂદ્ધ ફરિયાદ નોંધાઇ
    મંજુસર GIDCની ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરની રૂ. 1.03 કરોડની છેતરપિંડી, પાણીગેટ પોલીસે ગુનો નોંધ્યો

વડોદરા: વડોદરા શહેર નજીકના મંજુસર GIDC ખાતે આવેલી કંપની ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયાના ડિરેક્ટર અનિલ રાયે સ્ટીલના વેપારી રમેશભાઈ બોકડીયા પાસેથી રૂ. 1.03 કરોડ ઉપરાંતની કિંમતનું મટીરીયલ મંગાવી રૂપિયાની ચુકવણી કરી ન હતી. પાણીગેટ પોલીસે ફરિયાદના આધારે કંપનીના ડાયરેક્ટર વિરુદ્ધ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા.

મંજુસર GIDCની  ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયા કંપનીના ડિરેક્ટરની રૂ. 1.03 કરોડની છેતરપિંડી

કંપનીની જગ્યાએ ખાલી મેદાન જણાતા પગ નીચેથી જમીન સરકી

વડોદરા શહેરના આર.વી.દેસાઈ રોડ પર આવેલી જવાહરનગર સોસાયટીમાં રહેતા રમેશભાઈ બોકડીયા ગાજરાવાડી વિસ્તારમાં યમુના મિલ પાસે ભૈરવ સ્ટિલ નામની દુકાન ચલાવી વેપાર કરે છે. આ ઉપરાંત તેઓ સ્ટીલના પાટાપટ્ટી, એંગલ ,ચેનલ, સીટ ,પ્લેટ ,પાઈપ વગેરે જથ્થાબંધ વેપારી પાસેથી લાવી જુદી જુદી કંપનીઓમાં ઓર્ડર મુજબ સપ્લાય પણ કરે છે. તેમના કોઇ મિત્ર થકી સાવલી મંજુસર GIDCમાં આવેલી ઇલેક્ટ્રો મેક ઇન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ડિરેક્ટર અનિલ રાજદયાલ રાય સાથે તેમને પરિચય થયો હતો.

અનિલ રાયે જણાવ્યું હતું કે "હું તમને સ્ટીલ સપ્લાય માટે ઓર્ડર મોકલીશ તે પ્રમાણે મને માલ સપ્લાય કરી આપશો, હું તમને સમયસર માલના થતાં રૂપિયા આપી દઈશ". ત્યારબાદ રમેશભાઈએ મટીરીયલ મોકલવાનું શરૂ કર્યું હતું.

અન્ય જગ્યાઓએ 5 બનાવટી કંપનીઓ ખોલી

અનિલ રાયએ ખરીદેલા મટીરીયલ પૈકી રૂપિયા 21 લાખ ચેકથી તેમજ આરટીજીએસ દ્વારા ચૂકવ્યા હતા. જ્યારે બાકીના રૂ 1,03,94,983 રૂપિયા આજદિન સુધી ચૂકવ્યા નથી. છેલ્લા કેટલાક દિવસથી અનિલરાયનો ફોન સ્વીચ ઓફ આવતા તેઓ મિત્ર સાથે કંપની પર દોડી ગયા હતા. જ્યાં જાણવા મળ્યું હતું કે કંપની ભાડાની જગ્યા પર કાર્યરત હતી. જે ભાડાની ચુકવણી ન થતા જમીન માલિકે જગ્યા ખાલી કરાવી દીધી છે. આવું જાણવા મળતા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

રમેશભાઈએ કંપનીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન ચેક કરતા અનિલ રાયએ પોતે બીજી પાંચ કંપની ઔરંગાબાદ ,વારાણસી અને બેંગ્લોરમાં ખોલી હોવાનું બહાર આવતા ત્યાંના સરનામાં પોલીસ મથકે રજૂ કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અન્ય કંપનીઓમાં પણ આ પ્રમાણે છેતરપિંડી આચરાઈ હોવાના કિસ્સા સામે આવે તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.