વડોદરા: કરજણ નેશનલ હાઇવે ૪૮ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માતમાં 2 વ્યક્તિઓના મૃત્યુ થયા.
ઘટનાસ્થળે કરૂણ મોતઃ કરજણ નેશનલ હાઇવે ૪૮ ઉપર વહેલી સવારે બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકના ચાલક અને ક્લિનરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતું.
પાર્ક ટ્રક સાથે અકસ્માતઃ શિવવાડી પાસે એક ટ્રક રોડ ઉપર ઉભી હતી. તે સમય દરમિયાન પુર ઝડપે એક ટ્રક પ્રચંડ ધડાકા સાથે ભટકાઇ હતી. ટ્રક ધડાકા સાથે ભટકાતાજ ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માત સર્જાતાજ સ્થાનિક લોકો અવાજ સાંભળીને દોડી આવ્યા હતા. અને કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલક અને ક્લિનરને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.
સ્થાનિકો ઉમટ્યાઃ અકસ્માત સર્જાતાજ લોકો ટોળાં ઉમટી પડ્યા હતા.સ્થાનિક રહીશો એ બચાવ કામગીરી હાથ ધરી હતી. ટ્રકના કેબિનમાં ફસાયેલા ટ્રક ચાલક અને ક્લિનર બંને ને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા.સ્થાનિક લોકોએ બચાવની કામગીરી કરી હતી.
આજે વહેલી સવારે કરજણ નજીક શિવવાડી પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયાની વઘી આવી હતી અને સ્થળ ઉપર પહોંચતા બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં બે વ્યક્તિના મોત નિપજયા છે અને તેમની ઓળખ ચાલું છે તેમજ અકસ્માતનો ગુણો દાખલ કરવામાં આવ્યો છે....(પી.એસ.આઈ. કરજણ)
પોલીસ અને 108ની ત્વરિત કામગીરીઃ અકસ્માતની જાણ થતાં જ સ્થાનિકોએ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા એમ્બ્યુલન્સ સ્થળ ઉપર આવી પહોંચી હતી. ગંભીર રીતે ઇજા પામેલ ટ્રક ચાલક અને ક્લિનરને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. હાજર તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા.આ બનાવની જાણ કરજણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી.અને અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે ટ્રાફિક ક્લીયર કર્યોઃ અકસ્માત સર્જાયા બાદ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. કરજણ પોલીસના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિકની સમસ્યા હલ કરી હતી .ટ્રક ચાલક અને ક્લિનરની ઓળખ કરવા પોલીસે તપાસ હાથ ધરી છે.