વડોદરા કોરોના કાળમાં બે વર્ષ સુધી સરકારની ગાઇડલાઈન્સને અનુસરવા તહેવારોની ઉજવણી પર પણ ગ્રહણ લાગ્યું હતું. બે વર્ષ બાદ હવે ફરી એકવાર વડોદરાવાસીઓ તહેવાર માટે ઉત્સુક જોવા મળી રહ્યા છે. દર વર્ષેની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આશીર્વાદ ગણપતિની (Ganesh Chaturthi 2022 )સ્થાપના કરવામાં આવી છે. આ ગણપતિની ખાસ વાત એ છે કે તેને સૌથી વધુ શ્રીમંત ગણપતિ માનવામાં આવે છે. તેના કારણે ના ફ્કત વડોદરાવાસીઓ પણ ગુજરાતભરમાંથી અને વિદેશમાંથી પણ લોકો આ ગણપતિના (Ganesh Chaturthi celebrations in Vadodara )દર્શન કરવા માટે આવે છે.
શ્રીમંત ગણપતિ તરીકે જાણીતા શહેરના રાવપુરા વિસ્તારમાં શ્રીમંત SVPC ટ્રસ્ટ દ્વારા દર વર્ષેની (Vadodara Aashirvad Ganesha)જેમ આ વર્ષે પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. માનવામાં આવે છે કે આ શ્રીજી મહારાજ દરેક ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરી તેમને આશીર્વાદ આપે છે તેથી જ આ ગણપતિને આશીર્વાદ ગણપતિ કહેવામાં આવે છે. શહેરના સૌથી શ્રીમંત ગણપતિ તરીકે જાણીતા આશીર્વાદ ગણપતિ પંડાલમાં ટ્રસ્ટ દ્વારા છપ્પન ભોગ, નૃત્ય મહોત્સવ, તેમજ ફુલફાગનું આયોજન પણ કરવામાં આવે છે. આશિર્વાદ ગણપતિનાં આશીર્વાદ લેવા રાજકીય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટે છે. એટલુ જ નહી પરંતુ આ ગણપતિના દર્શન કરવા મોટા મોટા સેલેબ્રિટી પણ અહિ આવતા હોય છે.
ગણપતિની સ્થાપના થઇ આ ગણપતિની વાત કરવામાં આવે તો 1998થી તેની શરૂઆત થઇ છે. અહીં ગણપતિની સ્થાપના ગૌરેમહારાજ થકી કરવામાં આવે છે. એવુ કહેવામાં આવે છે કે તેમને ગણપતિનો સાક્ષાત્કાર થયો હતો. તેમના થકી આ ગણપતિની સ્થાપના થઇ છે. તેમની આ પરંપરા અને પવિત્રતાને અહિ જાળવી રાખવામાં આવી છે. આજે આ આશિર્વાદ ગણપતિ પંડાલે 42 વર્ષનો મોટો પડાવ પાર કર્યો છે. અને હવે તેની જાહોજલાલીનો પ્રભાવ વડોદરા, ગુજરાત અને તેની બહાર પહોચી રહ્યો છે.