વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા ખાતે આવેલી SSG હોસ્પિટલમાં જુનિયર ડોક્ટર સાથે સ્થાનિક સ્ટાફને માથાકૂટ થતાં બબાલ મચી જવા પામી છે. આ સમગ્ર બબાલમાં કેટલાક અસામાજિક તત્વો હોવાનું જુનિયર ડોક્ટર દ્વારા જાણવા મળ્યું હતું. બાદ જુનિયર ડોક્ટર રજૂઆત કરવા પહોંચ્યા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. આ ઘટનામાં દર્દીઓએ રઝળપાટ વેઠવાનો વારો આવ્યો છે.
"તાત્કાલિક સારવાર વિભાગ પાસે બે ડોક્ટર છે. એક સર્વન્ટ તેમજ બે રેસિડેન્ટ ડોક્ટર છે. જેઓને ખૂબ જ માર મારવામાં આવે છે જે અંગે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા હતા."-- તેજસ જાની (ડોક્ટર)
ન્યાય નહીં મળે તો હડતાલ: ડોક્ટરે વધુમાં જણાવ્યું કે, પાર્કિંગ કરવા બાબતે બબાલ થઇ હતી. જેમાં આ તકરાર થઇ ત્યારે માણસો હતા તે અસામાજીક તત્વો હતા. અમારા રેસિડેન્ટ ન્યાય મળવો જરૂરી છે. અન્ય ડોક્ટરે કહ્યું કે, અમે અહીંયા રેસિડેન્ટ ડોક્ટર છે. અહીંયા અમારી સેફ્ટી-સપોર્ટ નથી. અહીંયા અમારા જુનિયર પર હુમલો કરવામાં આવ્યો છે. ડોક્ટરની સેફ્ટીનો પણ પ્રોબ્લમ છે. જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી OPD સર્વિસ અને ઇમરજન્સી સુવિધા બંધ રહેશે.
"માહિતી મળતાની સાથે જ પોલીસ સ્ટાફ હોસ્પિટલમાં પહોંચ્યો હતો. હાલમાં આ ડોક્ટરો સાથે થયેલી મારામારી અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ મામલે હાલમાં સયાજી હોસ્પિટલમાં તમામ OPD અને ઇમરજન્સી સહિતની સેવાઓ હાલમાં કાર્યરત છે. માત્ર ભોગ બનનાર ત્રણ ડોક્ટર હડતાળ ઉપર હોવાનું સામે આવ્યું છે."-- પી. જી. તિવારી ( રાવપુરા પોલીસ મથકના PI )
સિક્યુરિટીનો અભાવ: જુનિયર ડોક્ટર સાથે થયેલી તકરારમાં વધુ માહિતી મેળવતા જુનિયર ડોક્ટર જણાવ્યું હતું કે, સમગ્ર ઘટના બાબતે વડોદરાની મોટામાં મોટી પોતાની ફરજમાં નિષ્ફળ નીકળી હોય તેમ દેખાઈ આવે છે. પ્રથમ દ્રષ્ટિએ સિક્યુરિટી મજબૂત બનાવી જોઈએ. અને અમને પૂરતો ન્યાય મળવો જોઈએ. વડોદરા સયાજી હોસ્પિટલ ખાતે બનેલી ઘટનાની જાણ રાવપુરા પોલીસને થતા રાવપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. આ ઘટનાને લઈ રાવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.