વડોદરા: ડભોઇ તાલુકાના ધર્મપુરી ગામના બે યુવાનો ભજન કરવા માટે રાત્રિના સમયે બીજા ગામ જઈ રહ્યા હતા. તે સમય દરમિયાન ડભોઇ તાલુકાના કાયાવરોહણ નજીક એક વાહન ચાલકે આ બંને યુવાનોને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો પરંતુ ગંભીર રીતે ગવાયેલા બંને યુવાનોનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
ઘટના સ્થળે બે યુવાનોના મોત: સામે આવેલી માહિતી અનુસાર ડભોઇ તાલુકાના કાયાવરોહણ પાસે ધર્મપુરી ગામના બે યુવાનોના મોત નીપજ્યા હતા. જેમાં રાજેશભાઈના પિતા રાવજીભાઈએ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓનો પુત્ર રાજેશ રાજીવભાઈ રાઠોડિયા ( ઉમર વર્ષ. 22 રહે. ધર્મપુરી) અને તુષારગીરી મહેશગીરી ગોસ્વામી (ઉમર વર્ષ 26 રહે. ધર્મપુરી) આ બંને મોટર સાઇકલ લઈને ભજન કરવા રાત્રિના સમયે નીકળ્યા હતા. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેઓને અડફેટે લેતા બંનેને માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટનાસ્થળે મોત નિપજ્યુ છે.
અકસ્માતની ઘટનાને લઈને લઇને સ્થાનિક રહીશોએ ડભોઇ પોલીસ સ્ટેશનને સમગ્ર બનાવવા અંગે જાણ કરી હતી અને ડભોઇ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બંને યુવાનોના મૃતદેહ ઉપર કબ્જો મેળવી બંનેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા.
અજાણ્યા વાહન ચાલકની શોધખોળ: મૃતક રાજેશભાઈના પિતા રાવજીભાઈ રાઠોડીયાએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં અકસ્માતનો ગુનો નોંધાવ્યો છે. જેને લઈને ડભોઇ પોલીસે ફરાર વાહન ચાલકની શોધખોળ શરૂ કરી દીધી છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને લોકોના ઘરે શોકનો માહોલ છવાઈ ગયો છે.