વડોદરા: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચના બાદ વડોદરાનું પાલિકા તંત્ર જાગ્યું હતું. જેને લઈ આજરોજ વાઘોડિયા રોડ બાદ આજે સયાજીગંજમાં પરશુરામ ભઠ્ઠા પાસે કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની ઢોર પાર્ટી ગાયો પકડવા કામગીરી કરી રહી છે. ત્યારે ગાયના હુમલાનો વધુ બે મહિલા ભોગ બની હોવાનું સામે આવ્યું છે.
નણંદ-ભાભીને ગાયે અડફેટે લીધા: વડોદરાના આજવા રોડ પર રહેતા નણંદ અને ભાભી નવજીવન બસ સ્ટેન્ડ નજીક આજવા રોડ ઉપર રહેતી સંત પ્યારી અને ભાવિકા નામની મહિલા પર ગાયે હુમલો કર્યો છે. બંન્ને મહિલા એક્ટિવા પર ડબલ સવારીમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન ગાય દ્વારા અચાનક જ નણંદ અને ભાભી પર હુમલો કરવામાં આવ્યો હતો. અચાનક ગાય દ્વારા બંન્ને મહિલા પર શિંગડા વડે હુમલો કરવામાં આવ્યો. ગાયે બંન્ને મહિલાને નીચે પાડ્યા બાદ એક્ટિવા પર ચડી સતત મહિલાઓ પર હુમલો કરતી રહી. જે જોતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવી ગાયને માર મારતા ભાગી ગઈ હતl મહત્વનું છે કે, ફોઈના ઘરે જતા સમયે ગાયના હુમલામાં સંત પ્યારી નામની યુવતીને મોં, માથે અને નાકના ભાગે ઈજાઓ પહોંચી હતી. જ્યારે ભાવિકા નામની મહિલાને બેઠા મારના પગલે હાલત કફોડી બની હતી.
આ પણ વાંચો Vadodara accident : વાઘોડિયા રોડની મંથરગતિએ કામગીરીથી વારંવાર અકસ્માત, એકનું મૃત્યુ
ગાયોની સમસ્યા હલ કરવા પરિજનોની માગ: ઘટનાને પગલે આસપાસના લોકો દ્વારા બંન્ને મહિલાઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બીજી તરફ ગાયે બંન્ને મહિલાઓને શિંગડા માર્યા બાદ લાતો મારતા મહિલાઓને ઈજાઓ પહોંચી હતી બીજી તરફ બંન્ને મહિલા એક જ પરિવારની હોવાથી ઘટના અંગે જાણ થતા પરિજનો દોડી આવ્યા હતા. જે બાદ ગોપાલકો સાથે બેસીને રસ્તે રખડતી ગાયોની સમસ્યા હલ કરવા પરિજનો દ્વારા માંગ કરવામાં આવી હતી. જેને પગલે મહિલાઓ પર ગાયના હુમલાબાદ કોર્પોરેશનની ઢોર પાર્ટીએ ગાયને પકડી પાંજરાપોળમાં મોકલવાની કામગીરી હાથ ધરી હતી.
આ પણ વાંચો Rajkot Municipal Corporation : રાજકોટ શહેરીજનો થાવ તૈયાર, આ બાબતે તમને પૂછશે મહાનગરપાલિકા
રખડતા ઢોરોનો ત્રાસ: અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં રખડતા ઢોરોનો ત્રાસ વધતો જોવા મળ્યો છે. રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકોને છૂટકારો અપાવવા પાલિકા દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. તે દરમિયાન વધુ એક આ કામગીરી પહેલા પણ ચાલતી હતી. પરંતુ મુખ્યમંત્રીની સુચના મુજબ આ કાર્યવાહીને ઝડપી બનાવવામાં આવી છે. તેમ છતાં કેટલાક શહેરોમાં હજી પણ લોકો રખડતા ઢોરના હુમલાનો ભોગ બનતા જોવા મળી રહ્યા છે.
'નવજીવનથી મારી નણંદ સાથે મારા ફોઈના ઘરેથી નીકળી રહ્યા હતા તે સમયે અચાનક ગાયે અમારી પર હુમલો કર્યો. આ હુમલો એવી રીતે થયો કે, ગાય અચાનક આવી અમને નીચે પાડી એક્ટિવા પર ચડી ગઈ હતી. ગાય સતત શિંગડા વડે અમારી પર હુમલો કરી રહી હતી. જ્યાં સુધી લોકોએ આવી ગાયને મારીને ભગાડી નહિ ત્યાં સુધી ગાયે હુમલો જ કર્યા કર્યો.જેથી ખભા,મોં,પીઢ અને માથાના ભાગે ઈજાઓ પહોંચી છે. ગાયે મારો અડધો હાથ મોમાં લઈ લીધો હતો. મારી નણંદના માથા પર ગાયે પગ મૂકી દેતા તેમને ઘણી ઈજાઓ પહોંચી હતી. જેથી આસપાસના લોકો દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.' -ભોગ બનનાર મહિલા