વડોદરા: વડોદરા નજીક ખટંબા ગામ પાસેના શંકરપુરા ગામે પેટાપરા પવલેપુર ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીના (parul university of vadodara) બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા (Two Students Of Parul University Drowned In Lake) હતા. આ સમગ્ર ઘટનાની જાણ વડોદરા ફાયર બ્રિગેડની ટીમને કરાતા ફાયર બ્રિગેડની ટીમ તત્કાલ ધોરણે ઘટના સ્થળે દોડી આવી કામગીરી આરંભી દીધી હતી. જ્યારે મોડી રાત્રે એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી (one student died in Drowned In Lake)આવ્યો અને બીજા વિદ્યાર્થીની ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ (search opration by fire brigade)કરવામાં આવી રહી છે.
સમગ્ર ઘટનાની જાણ ખેતરમાં કામ કરતા લોકોએ કરી: જાણવા મળતી માહિતી મુજબ શંકરપુરા ગામ પાસેના પવલેપુર ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીમાં (parul university of vadodara)અભ્યાસ કરતાં બે યુવાનો ડૂબી ગયા હોવાની (Two Students Of Parul University Drowned In Lake) જાણ ખેતરમાં કામ કરતા લોકોએ વડોદરા ફાયર બ્રિગેડને કરી હતી. આ બનાવવાની જાણ થતાની સાથે જ ફાયર બ્રિગેડ ટીમઘટના સ્થળે દોડી ગયા હતા અને તળાવમાં ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ હાથ ધરી હતી.
આ પણ વાંચો કરોડોના ખર્ચે બનેલા બ્રીજમાં ભ્રષ્ટાચારના પાયા, ઉદ્ધાટન પહેલા જ તૂટી ગયો
ઘટના સ્થળે લોક ટોળા ઉમટી પડ્યા: સમી સાંજે પવલેપુર ગામના તળાવમાં પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં બે વિદ્યાર્થીઓ ડૂબી ગયા હોવાની જાણ યુનિવર્સિટીમાં થતાં સન્નાટો વ્યાપી ગયો હતો. કેટલાક મિત્રો તળાવ પાસે દોડી આવ્યા હતા. તે સાથે ગામ લોકોનાં ટોળાં પણ ઉમટી પડ્યા હતા. બીજી બાજુ આ બનાવની જાણ પોલીસને થતાં પોલીસનો કાફલો સ્થળે દોડી આવ્યો હતા.
ફાયર બ્રિગેડની ટીમે મોડી રાત સુધી શોધખોળ જારી રાખી: ડૂબી ગયેલા બે વિદ્યાર્થીઓ પૈકી 22 વર્ષીય મનોહર બાલાજી ઇગલા (રહે. B , 65, અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ, વડોદરા ) નો મૃતદેહ મોડી રાત્રે ફાયર બ્રિગેડની ટીમને મળી આવ્યો હતો. જયારે તળાવના ઉડા પાણીમાં લાપતા 21 વર્ષીય સાઇ ધીરજ કામીશેટ્ટી (રહે. B, 65, અનંતા શુભલક્ષ્મી સોસાયટી, શંકરપુરા ગામ, વડોદરા ) મોડી રાત સુધી મળી આવ્યો ન હતો. ફાયર બ્રિગેડ દ્વારા મોડી રાત સુધી શોધખોળ જારી રાખવામાં આવી હતી.
આ પણ વાંચો Kankaria Carnival 2022: તૈયારીઓ અને આયોજન અંગે હેરિટેજ વિભાગના ચેરમેન સાથે ખાસ વાતચીત
બંને યુવાનો એક જ મકાનમાં ભાડે રહેતા હતા: મળેલી માહિતી અનુસાર તળાવમાં ડૂબી ગયેલા બંને યુવાનો મૂળ આંધ્ર પ્રદેશના વતની છે. તેઓ શંકરપુરા ગામ પાસે અનંતા શુભલક્ષ્મી સોસાયટીમાં એક જ મકાનમાં ભાડે રહેતા હતા. મોતને ભેટેલ મનહર ઇગલા પારૂલ યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હતો. જ્યારે સાઇ કામીશેટ્ટી કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરે છે.
ઘટનાની જાણ પરિવારજનોને થતાં વડોદરા આવવા રવાના: ફાયર બ્રિગેડ દ્વારા તળાવમાંથી બહાર કાઢવામાં આવેલી મનહર ઇગલાનો મૃતદેહ પોલીસને સોપ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. તે સાથે પોલીસે બંન્ને યુવાનોના આધ્રપ્રદેશ ખાતે રહેતા પરિવારજનોને જાણ કરી હતી. પરિવારજનો વડોદરા આવવા માટે નીકળી ગયા હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી. છેલ્લા કેટલા સમયથી વાઘોડિયા ખાતે આવેલ કોલેજો વિવાદ અને ચર્ચામાં આવતી જોવા મળે છે અને વારંવાર આ જ વિસ્તારની કોલેજોના અવનવા બનાવો અવાર નવાર બનતા આવ્યાં છે.