વડોદરા: ડભોઇમાં રેતીની ટ્રકે બાઈક ચાલકનો પરિવારનો કચ્ચરઘાણ આજરોજ કરણેટ નજીક રેતી ભરીને જઈ રહેલા ટ્રક જે ડભોઇ તાલુકાના કરણેટ ગામ નજીક પસાર થતી તે સમયે અચાનક હોન્ડા પેશન બાઈક ઉપર પલટી મારી ગઈ હતી. આ જ સમયે આ ઘટના સ્થળ નજીકથી બાઈક ઉપર પસાર થઈ રહેલા પરિવારની મહિલા સુમિત્રા બેન સંજયભાઈ તડવી આ ટ્રક અને રેતીની નીચે દબાઈ ગઈ હતી. પરિણામે તેનું ઘટના સ્થળે જ કમ કમાટીભર્યું મોત નીપજ્યું હતું.
સામાન્ય નાગરિકોનો ભોગ: પરિવારનાં એક બાળક વિમાન સંજયભાઈ તડવીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેને સારવાર અર્થે 108 મારફતે ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજયું હતું. આ ઘટનામાં બાઈક ચાલક સંજયભાઈ રમણભાઈ તડવીનો આબાદ બચાવ થયો હતો. ડભોઇ તાલુકામાં ભુ માફિયાઓ દ્વારા રેતી ખનન કરી બેફામ હંકારતા ટ્રક ચાલકો છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ઓરસંગ નદીના પટમાંથી મોટી માત્રામાં રેતીનું ખનન ચાલી રહ્યું છે. રેતી ખનન કરીને ટ્રક ચાલકો બેફામ રીતે પોતાની ટ્રક કરી રહ્યા છે જેને કારણે સામાન્ય નાગરિકોએ તેનો ભોગ બનવું પડે છે.
ગલામાં દટાઈ ગયો: ડભોઇ તાલુકાના ઓરસંગ નદી કિનારાના ગામમાંથી રેતી ભરી દોડી રહેલ ટ્રકો મોતનું કારણ બની રહી છે. જે નાગરિકોના માથે મોટું જોખમ ઉભું કરી રહી છે. આ સમગ્ર ઘટના બનતાં ટ્રક ચાલક સ્થળ ઉપરથી ફરાર થઈ ગયેલ. મૃતકોને રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયાડભોઇ તાલુકાના કરણેટ નજીકથી પસાર થયેલ રેતીની ટ્રક અચાનક ત્યાંથી પસાર થતાં બાઈક ચાલક ના પરિવાર ઉપર પલટી ખાઈ ગઈ હતી. જેના પરિણામે સમગ્ર પરિવાર રેતીના ઢગલામાં દટાઈ ગયો હતો.
આબાદ બચાવ: જેમાં બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. મોતને ભેટનાર ઈસમોના મૃતદેહ ડભોઇ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાની જાણ ડભોઇ પોલીસને થતા ડભોઇ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. અને ડભોઈ પોલીસે ઘટનામાં આગળની જરૂરી કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે તેમજ ફરાર ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે. હાલ ડભોઇ નગર અને તાલુકામાં બેફામ અને ગફલત ભરી રીતે વાહનો હંકારતા ઇસમોનો રાફડો ફાટી નીકળ્યો છે. જેના પરિણામે સામાન્ય જનતાને તેનો ભોગ બનવાનો વારો આવ્યો છે.