એફજીઆઇ પૂર્વ પ્રમુખ ગીતા ગોરડીયાના કેસર બાગ સોસાયટીના બંગલાને લઘુમતી સમાજના પરિવારના વેંચાણ બાદ આસપાસના રહીશો દ્વારા અશાંતધારા વિસ્તારમાં આવેલા બંગલાના વેચાણ દસ્તાવેજને રદ કરવા માટે જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ત્યારે બીજી તરફ આ બંગલામાં ભગવાન હનુમાનજીની મૂર્તિ પ્રતિષ્ઠા કરાશે. આ પ્રકારના મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ થતા બંગલાની બહાર પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો. બંગલાના વેંચાણ દસ્તાવેજને કેન્સલ કરવો કે નહીં તે બાબતે કાયદાકીય તપાસ ચાલી રહી છે, ત્યારે બીજી તરફ અશાંતધારે વિસ્તારને પગલે અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.