વડોદરાઃ લાલબાગમાં પાણીની ટાંકીની હાલત બિસ્માર, તંત્રની ઉંઘ યથાવત્ - Vadodara latest news
વડોદરામાં વર્ષ 1968માં બનેલી લાલબાગ પાણીની ટાંકી 18 લાખ ગેલન લીટર પાણીની ક્ષમતા ધરાવે છે અને આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડે છે. પરંતુ છેલ્લાં ઘણા સમયથી લાલબાગ પાણીની ટાંકીની હાલત અત્યંત ગંભીર અને જર્જરીત બની છે. છત્તા તંત્ર અજાણ બની રહ્યું છે.

- પાણીની ટાંકીની હાલત બિસ્માર
- લોકોનો અકસ્માતનો ભય
- તંત્રમાં અનેક રજૂઆતો બાદ પણ પગલા ન લેવાયા
વડોદરાઃ વર્ષ 1968માં બનેલી લાલબાગ પાણીની ટાંકી 18 લાખ ગેલન લીટર પાણીની ક્ષમતા ધરાવે છે અને આસપાસના વિસ્તારોને પાણી પૂરું પાડે છે. હાલ આ ટાંકી બિસ્માર હાલતમાં છે. સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે એ આ અંગે પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. છતાં પણ તંત્ર દ્વારા પાણીની ટાંકીના સમારકામ માટેની કામગીરી હાથધરવામાં આવી નથી. અહીં કામ કરતા કર્મચારીઓને કંઈ કામ હોય તો જીવ જોખમમાં મૂકી ટાંકી પર ચઢવાની ફરજ પડે છે.


ટાંકી પર કામ કરતા કર્મચારીઓના જીવ જોખમમાં...
આ પહેલા રીપેરીંગ માટે વિભાગમાંથી પ્રોજેક્ટ ખાતાને પત્ર પણ લખ્યા છે. વિસ્તારના માજી કોર્પોરેટરના કહેવા મુજબ પાણી પુરવઠા માટે કરોડોનો પાલિકા ખર્ચ કરે છે અને નવી યોજના તૈયાર કરે છે તો પણ ટાંકી બનાવવાનું આયોજન શા માટે કરવામાં આવતું નથી. અગાઉ પાલિકામાં રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે અધિકારીઓ અહીં આવીને નિરીક્ષણ કરી ગયા છે અને આ માટેની ફાઈલ પણ તૈયાર કરી છે.પરંતુ બાદમાં કોઇ કાર્યવાહી થઇ નથી.
