ETV Bharat / state

વડોદરામાં લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો

વડોદરા શહેરમાં સ્માર્ટસિટીના નામે લાખો કરોડો રૂપિયા ખર્ચી વિકાસના કાર્યો કર્યા પછી કરાયેલા બાંધકામ તોડી પાડવામાં આવ્યું છે. આ તોડી પાડીને કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવી અધિકારીઓ પોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાના સવાલો ઉઠ્યા છે. શહેરના સંગમ ચાર રસ્તા પાસે લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ટ્રાફિક આયલેન્ડ પાલિકા દ્વારા દૂર કરવામાં આવતા કોઈના ઈશારે આ હટાવવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે સામાજીક કાર્યકરે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો હતો.

ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો
ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો
author img

By

Published : May 27, 2021, 11:52 AM IST

  • વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો
  • ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક આયલેન્ડ બનાવવામાં આવ્યું
  • કોન્ટ્રાક્ટરનો ફાયદો કરાવવા આ કામગીરી કરી હોવાનો આક્ષેપ

વડોદરા : સ્માર્ટસિટી બનાવવા વડોદરા મહાનગર પાલિકા દ્વારા ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. શહેરના કારેલીબાગ સંગમ ચાર રસ્તા પાસે રોડની વચ્ચે ટ્રાફિક સમસ્યા નિવારવા માટે તંત્ર દ્વારા ટ્રાફિક આયલેન્ડ બનાવવામાં આવ્યું હતું. જે બાંધકામને પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા આ બાંધકામ કોઈના ઈશારે કોઈકને ફાયદો કરાવવા તોડી પડાયું હોવાનું સપાટી પર આવવા પામ્યું છે. જેને લઈ શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમારે તંત્ર સામે આકરા શબ્દોના પ્રહારો કરી તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.

ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો
ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો

આ પણ વાંચો : ખાપટ- ધરમપુરના સેવરેજ નેટવર્કના 36 કરોડના ટેન્ડરમાં ભ્રષ્ટાચાર થયો છે - કોંગ્રેસ નેતા રામદેવ મોઢવાડીયા

નાગરિકો રોડ વેરા સહિતના અનેક વેરા ભરી રહ્યા
વડોદરા શહેરના સામાજીક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વિકાસના કામોની જે મંજૂરી આપવામાં આવે છે. ત્યારે જે પણ શહેરના ઉચ્ચ અધિકારીઓ છે. તેઓએ નિરીક્ષણ કરવું જોઈએ ત્યારબાદ જ કામ આપવું જોઇએ. પરંતુ કહી શકાય કે, આ કોન્ટ્રાક્ટરોને જે ફાયદો કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શહેરની અંદર એક તરફ તિજોરી ખાલી છે. બીજી બાજુ નાગરિકો રોડ વેરા સહિતના અનેક વેરા ભરી રહ્યા છે. સાથે બેરોજગારોનું અને મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે.

ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો
ટ્રાફિક આયલેન્ડ તોડી પાડવામાં આવ્યો

આ પણ વાંચો : હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં થયેલા ભ્રષ્ટાચાર મામલાની તપાસ CIDને સોંપવામાં આવે તેવી માગ કરાઈ

અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ

લાખોનો ખર્ચો કર્યા બાદ જે બાંધકામ ફરીથી તોડી પાડવામાં આવતું હોવાથી એટલે કહી શકાય કે, સ્માર્ટ સિટીના નામે જે લાખો કરોડો રૂપિયા કમાનારા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર હોય તેઓની સામે તાત્કાલિક કડક પગલાં લેવા જોઈએ તેવી માંગણી સામાજીક કાર્યકર કમલેશ પરમારે કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.