- વડોદરા ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા સન્માન સમારંભ યોજાયો
- વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ખેલાડીઓનું સન્માન
- પેરા ઓલિમ્પિકમાં રજત પદક જીતનારા ભાવિના પટેલનું પણ સન્માન કરાયું
વડોદરા: વડોદરામાં આજે ટેબલ ટેનિસ એસોસિએશન દ્ધારા આયોજિત સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જે કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યના હસ્તે ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સામરંભમાં પેરા ઓલિમ્પિકમાં રજતપદક જીતનારા ભાવિના પટેલનું પણ સન્માન કરાયુ હતું.
આત્મવિશ્વાસ હશે તો તકલીફો આપોઆપ દૂર થઈ જશે - ભાવિના પટેલ
પેરા ઓલિમ્પિકમાં રજત પદક જીતનાર ભાવિના પટેલે જણાવ્યું હતું કે, આત્મવિશ્વાસ હશે તો તકલીફો આપોઆપ દૂર થઈ જશે. પેરા એથલીસ્ટને ફાઇનાન્સ સપોર્ટ સહિત અન્ય સુવિધા આપવી જોઈએ. એથલીટ્સને પૂરતી સુવિધા આપવામાં નથી આવતી. મારા જેવા એથલીટ્સને પૂરતી સુવિધા આપવામાં નથી આવતી સામાન્ય ખેલાડીઓ જેવી જ સુવિધાઓ આપવી જોઈએ સાથે અવેરનેસની પણ જરૂર છે.
ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે -નીમાબેન આચાર્ય
વિધાનસભા પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ જણવ્યું હતું કે, ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સરકાર દ્વારા હોસ્ટેલ,સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ,ઓડિટોરિયમ બનાવવામાં આવી રહ્યા છે. જેથી તે લોકો યોગ્ય પ્રેકટીશ કરી શકે અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા જરૂરી છે.
આ પણ વાંચો : Gandhinagar Municipal Corporation: શરુઆતની મત ગણતરીમાં ભાજપનો ભગવો લહેરાયો
આ પણ વાંચો : વિપક્ષ બની કામ કરવાનું પસંદ કરીશું, પરંતુ સત્તા મેળવવા આપ પાર્ટી સાથે ગઠબંધન નહીં કરીએ : સી.જે. ચાવડા