ETV Bharat / state

કોરોના કાળમાં કામ છૂટી ગયા બાદ દંપત્તિએ સ્મશાનને જ ઘર બનાવ્યું - શિરકે પરીવાર

હાલ રાજ્યમાં કોરોનાના કસો સતત વધી રહ્યાં છે. છેલ્લા એક વર્ષથી ચાલતા કોરોનાના કહેરમાં અનેક પરિવારો વિખેરાઇ ગયા છે. અનેક લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડે તેવી સ્થિતી સર્જાઇ છે. કોરોનાની આ મહામારીમાં નોકરી ગુમાવનાર વડોદરાના મહારાષ્ટ્રીયન પરિવારના મોભીએ પરિવારનું ગુજરાન ચલાવવા સાથે ઘરની છત પૂરી પાડવા વડોદરાના વાસણા ગામના સ્મશાન ખાતે પોતાનું ઘર બનાવ્યું છે. સ્મશાનમાં રહીને મૃતકોના અંતિમ સંસ્કારની કામગીરી કરી રહ્યો છે.

કોરોના કાળમાં કામ છૂટી ગયા બાદ દંપત્તિએ સ્મશાનને જ ઘર બનાવ્યું

author img

By

Published : Apr 22, 2021, 10:32 PM IST

  • મહારાષ્ટ્રીયન શિરકે પરિવારના મોભી પહેલા કલરકામ કરતા હતા
  • લોકડાઉન સમયે તેમનો વ્યવસાય છૂટી ગયો
  • શિરકે દંપત્તિ છેલ્લા એક વર્ષથી પરિવાર સાથે વાસણા સ્મશાનમાં રહીને ગુજરાન ચલાવે છે
  • સ્મશાનમાં રહેતા દંપત્તિ મૃતદેહોની અંતિમ ક્રિયાથી લઇને અસ્થિ વિસર્જન કરવા સુધીની કામગીરી કરે છે

વડોદરાઃ મૂળ મહારાષ્ટ્રના વતની અને છેલ્લા એક વર્ષથી વાસણા ગામના સ્મશાનમાં કનૈયાલાલ શિરકે પરિવાર સાથે રહે છે. શિરકે દંપત્તિ કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોની અંતિમ વિધિની તમામ જવાબદારી નિભાવી રહ્યું છે. એક વર્ષ પૂર્વે કોરોનાની સ્થિતીનો ભોગ બનેલા કનૈયાલાલ શિરકે કલર કામનો વ્યવસાય કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. કોરોનાની પહેલી લહેર સમયે આવેલા લોકડાઉનના કારણે રોજગારી ગુમાવતા તેમને છૂટક મજૂરી કામ કરીને જીવન ગુજારવાનો સમય આવ્યો હતો.

કોરોના કાળમાં કામ છૂટી ગયા બાદ દંપત્તિએ સ્મશાનને જ ઘર બનાવ્યું

આ પણ વાંચોઃ પોરબંદરમાં હોમ ક્વોરેન્ટાઈન વ્યક્તિઓ માટે ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા નિ:શુલ્ક ટિફિન સેવા

કોઈ સહારો ન મળતા તેમને પોતાના પરિવાર સાથે સ્મશાનમાં રહેવાનું નક્કી કર્યું

કનૈયાલાલ છેલ્લા એક વર્ષથી તેમની પત્ની તેમજ બે નાના બાળકો 2 સાથે શહેરના વાસણા સ્મશાનમાં રહીને કોરોનાથી મૃત્યુ પામેલા મૃતકોના મૃતદેહોની અંતિમ ક્રિયાથી માંડીને સ્વખર્ચે અસ્થિ વિસર્જન સુધીનું ભગીરથ કાર્ય કરે છે. અંતિમ સંસ્કારની કામગીરી દરમિયાન કનૈયાલાલ સ્મશાનની ઇલેક્ટ્રિક ચિતામાં સળિયા ઉપાડવાનું કામ કરતા તેમને હાથ તેમજ પગના ભાગે દાઝી જવાથી ઇજાઓ પણ પહોચી છે.

આ પણ વાંચોઃ વટવાનું શરણમ ફાઉન્ડેશન કોરોનાગ્રસ્ત દર્દીઓને આપે છે નિઃશુલ્ક ટિફિન

અસ્થિઓને એકત્રિત કરી સ્વખર્ચે નદીમાં વિસર્જિત કરે છે

કનૈયાલાલે ETV Bharat સાથે કરેલી ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાની મહામારીના કારણે કેટલાક સ્વજનો મૃતકની અસ્થિ તો દૂર મૃતદેહને હાથ લગાડવા પણ તૈયાર નથી. આ સ્થિતિમાં તેઓ પોતે અસ્થિઓને એકત્રિત કરી સ્વખર્ચે નદીમાં વિસર્જિત કરી મૃતકોને મોક્ષની પ્રાપ્તિ થાય તેવું કાર્ય કરી રહ્યા છે. નોધનિય છે કે કનૈયાલાલના આ ભગીરથ કાર્યની જાણ કેટલીક સામાજિક સંસ્થાઓને થતાં તેઓએ કનૈયાલાલને કામ સામે વળતર આપવા સહિત પરિવારનું ભરણપોષણ કરવાની જવાબદારી પણ ઉપાડી છે. સામાન્ય રીતે નાગરિકો સ્મશાનમાં જવાનું ટાળતા હોય છે અથવા તો તેમને ડર સતાવતો હોય છે. આ પરિવાર પોતે સ્મશાનમાં રહીને સેવા કાર્ય કરતા તેમના આ પુણ્ય કાર્યની સરાહના સમગ્ર શહેરમાં થઈ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.