- રાજકોટના મ્યુઝિયમમાં મેક ઇન ઇન્ડિયાના સિંહનો લોગો મુકવામાં આવશે
- લોગો બનાવવાની જવાબદારી વડોદરાના એમ.એસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને સોંપી
- MS યુનિવર્સિટીના 3 ભૂતપૂર્વ (વિધાર્થીઓ) કલાકારો અને 12 હેલ્પરની ટીમ કામે લાગી
- એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ્સના પાર્ટનો ઉપયોગ કરીને સિંહનો લોગો બનાવવામાં આવ્યો
વડોદરા : શહેરની વિશ્વવિખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાંથી માસ્ટર ઇન સકલ્પચરનો અભ્યાસ કરતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાજકોટના મ્યુઝિયમમાં મેક ઇન ઇન્ડિયાના સિંહ નો લોગો મુકવામાં આવશે. જે એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ્સના પાર્ટનો (સ્ક્રેપ) ઉપયોગ કરીને હ્યયમનોઈટ આર્ટ વર્ક પણ બનાવ્યું છે.5000 કિલો સ્ક્રેપનો ઉપયોગ કરી 7.50 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સિંહનો લોગો રાજકોટ સાયન્સ મ્યુઝિયમ મુકાશે
વડોદરા શહેર કલા નગરી તરીકે ઓળખાય છે. કલાકારોએ દેશ અને વિદેશમાં પહેલું નામ રોશન કર્યું છે સંસ્કારી નગરીના લોકો દિવસેને દિવસે કલાક્ષેત્રે લોકોને પાછળ રાખીને પોતાનું પ્રભુત્વ મજબૂત કરી રહ્યા છે. રાજકોટમાં આવનારા સમયમાં સાયન્સ મ્યુઝિયમનું અનાવરણ કરવામાં આવશે. જેના પ્રવેશ દ્વાર પર મૂકવામાં આવનાર મેક ઇન ઇન્ડિયાનો લોગો બનાવવાની જવાબદારી વડોદરાના એમ.એસ યુનિવર્સિટીમાંથી માસ્ટર રિસર્ચનો અભ્યાસ કરનાર અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
લોગો બનાવવા માટે રોજ 14 કલાક કામ કરવામાં આવે છે
લોખંડનો ઉપયોગ કરીને મેક ઇન ઇન્ડિયાના લોગો બનાવવાની શરૂઆત એક મહિના પહેલાં કરવામાં આવી હતી. 14 મી જાન્યુઆરી 2021ના ઉતરાયણના દિવસે લોગો બનીને તૈયાર થઇ જશે. લોગો બનાવવા માટે રોજ 14 કલાક કામ કરવામાં આવી રહ્યું છે. રિતેશ રાજપુત ,કુણાલ ચૌધરી અને દિપક સિંઘ સાથે 12 હેલ્પરોની ટીમ કામ કરી રહી છે. લોગોને ઇન્સ્ટોલ કરતા પહેલા તેના પર સેન્ટ પ્લાસ્ટીગ અને લેધર પ્રૂફિંગ કોટિંગ કરવામાં આવશે. આ સાથે તે જ મ્યુઝિયમમાં અમારી ટીમ દ્વારા એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ પાર્ટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા હ્યયમનોઈટ આર્ટ વર્ક પણ સ્થાપના કરાશે.
ટેન્ડર પ્રક્રિયા કરી મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અમૂલ્ય તક મળી
કલાકાર હિતેશ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજકોટના સાયન્સ મ્યુઝિયમની શોભા વધારવા માટે અલગ-અલગ પ્રકારના આર્ટ મૂકવાનું વિચારવામાં આવ્યું. જે બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યા અને શહેરના કલાકારોએ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરીને બનાવવાની અમૂલ્ય તકને ઝડપી પાડી હતી. હવે જ્યારે આ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. લોગો બનાવવા માટે 5000 કિલો સ્ક્રેપનો ઉપયોગ કરીને 7.50 લાખ રૂપિયા સુધીમાં ખર્ચ કરવામાં આવ્યો છે. સિંહના લોગોની સાઈઝ 21 ફૂટ લંબાઈ અને 10.5 ફૂટ ઊંચાઈ છે. વધુમાં કુણાલ ચૌધરી, દિપક સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, તેમના દ્વારા બનાવવામાં આવેલા અનેક આર્ટ વર્ક દેશના વિવિધ રાજ્યોમાં મૂકવામાં આવ્યા છે. એમાં ખાસ કરીને વડોદરા, દિલ્હી અને ઉજ્જૈન જેવા શહેરોનો સમાવેશ થાય છે. આવનારા સમયમાં રાજ્યના અને શહેરમાં આર્ટ વર્ક મૂકવામાં આવશે.