- વડોદરાના પાદરામાં રહેતા શાહ પરિવારના ઘરમાંથી ચોરી
- નાની શિરડી ગયેલા પરિવારના ઘરમાંથી થઈ રૂ. 4.20 લાખની ચોરી
- ઘરે પરત ફરતા ઈન્ટરલોક તૂટેલું જોતા પરિવારને ચોરીની જાણ થઈ
વડોદરાઃ પાદરાના શુભમ્ બંગલોમાં રહેતા કૃષ્ણકુમાર પ્રમોદકુમાર શાહ (મૂળ નાની શીરડી) નાની શીરડી ગયા હતા. તેઓ વહેલી સવારે ઘરે પરત ફરતા ઈન્ટરલોક તૂટેલું જોવા મળ્યું હતું. તિજોરીનો માલસામાન વેરવિખેર પડ્યો હતો. પોલીસે રોકડ રૂ. 11,500 મળી કુલ રૂ. 4,20,210ના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા તસ્કરો દાગીના લઈ નાસી ગયાની ફરિયાદ કૃણાલ શાહે નોંધાવી હતી.
વૈભવી સોસાયટી હોવા છતાં સીસીટીવી કેમેરા બંધ હાલતમાં નજરે પડ્યા
મકાન માલિક કૃણાલ શાહે નોંધાવેલી ફરિયાદના આધારે, પાદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. આ અંગે મકાન માલિક કૃણાલ શાહે જણાવ્યું હતું કે, મકાનની અંદર તિજોરીમાં સોના ચાંદીના દાગીના તથા રોકડ રૂપિયા 12 હજાર મળીને કુલ 4.20 લાખની મુદ્દામાલની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
હાલ તો આટલી મોટી ચોરી હોવા છતાં પણ સોસાયટીમાં સીસીટીવી કેમેરા કેટલાક દિવસોથી બંધ હાલતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે પોલીસે એફએસએલની મદદ લઈ તસ્કરોનું પગેરું મેળવવા આગળની તપાસ હાથ ધરી છે.