ETV Bharat / state

વડોદરાની સયાજી હોસ્પિટલ દ્વારા સિનિયર સિટીઝનોની થઈ રહી છે અવગણના - Waiting for Corona Virus Testing at Sayaji Hospital

વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના વાઇરસની ચકાસણી માટે જતાં સિનિયર સિટીઝનોને કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી રહી છે. હાલના સમયમાં તંત્ર દ્વારા સિનિયર સિટીઝનની સેવા કરવામાં આવી રહી છે, ત્યારે સયાજી હોસ્પિટલમાં સિનિયર સિટીઝનોની અવગણના થઇ રહી છે.

વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા સિનીયર સિટીઝનોની થઈ રહી છે અવગણના

author img

By

Published : Apr 10, 2020, 5:52 PM IST

વડોદરાઃ સયાજી હોસ્પિટલમાં કોરોના વાઇરસની ચકાસણી માટે જતાં સિનિયર સિટીઝનોને કલાકો સુધી રાહ જોવડાવવામાં આવી રહી છે. કોરોના વાઇરસના ટેસ્ટ માટે પુત્ર સાથે ગયેલી વૃદ્ઘાને એક્સ-રે વિભાગની બહાર રિપોર્ટની રાહ જોઇ કલાકો સુધી બેસી રહેવાની ફરજ પડી હતી. એક્સ-રેની રાહ જોતા-જોતા વૃદ્ઘા પોતાના પુત્રના ખોળામાં જ સૂઇ ગઇ હતી.

વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા સિનીયર સિટીઝનોની થઈ રહી છે અવગણના
વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા સિનીયર સિટીઝનોની થઈ રહી છે અવગણના

વડોદરાના વાડી સોનીપોળમાં રહેતા વિદ્યાબહેન સુખદેવભાઇ ગોહિલ છેલ્લા એક સપ્તાહથી તાવ, શરદી, ખાંસીથી પીડાતા હતા. સ્થાનિક તબીબો પાસે દવા લેવા છતાં તબિયતમાં કોઇ સુધારો થતો ન હતો. આથી તેઓ કોરોના વાઇરસની શંકાને લઇ પુત્ર સાથે સયાજી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જ્યાં તબીબોએ પ્રાથમિક તપાસ કરીને તેઓને એક્સ-રે વિભાગમાં એક્સ-રે કઢાવવા માટે મોકલ્યા હતા.

એક્સ-રે વિભાગ દ્વારા વૃદ્ઘાની તબિયતને ધ્યાનમાં લઇને તુંરત જ એક્સ-રે કાઢી આપી રિપોર્ટ આપવાને બદલે કલાકો સુધી બેસાડી રાખ્યા હતા.

તાવથી પીડિત વૃદ્ઘા વિદ્યાબહેનથી દુઃખ સહન ન થતાં તેઓ રિપોર્ટની રાહ જોઇને પોતાના પુત્રના ખોળામા જ સૂઇ ગયા હતા. નોંધનીય છે કે, પોલીસ તંત્ર કોરોના વાઇરસના લોકડાઉનમાં સિનિયર સિટીઝનોની સેવા કરી રહી છે. બીજી બાજુ સયાજી હોસ્પિટલમાં સિનિયર સિટીઝનોની અવગણનના થઇ રહી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.