ETV Bharat / state

તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન

તૌકતે વાવાઝોડાની વડોદરા શહેરમાં જોવા મળી છે. મોડી રાત અને આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં ભારે પવન સાથે વરસાદે આગમન કર્યું હતું. વડોદરા શહેરમાં પણ ગત મોડીરાતથી જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની છે, પણ તંત્ર સજજ છે અને લઈને જો જોખમી મકાનો પણ ખાલી કરવામાં આવ્યાં છે. કોવિડ હોસ્પિટલના 150થી વધુ દર્દીઓને પણ શિફ્ટ કરવામાં આવ્યાં હતાં.

તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન
તૌકતે વાવાઝોડાની અસર વડોદરા શહેરમાં જોવા મળી, ભારે પવન સાથે વરસાદનું આગમન
author img

By

Published : May 18, 2021, 3:10 PM IST

Updated : May 18, 2021, 4:31 PM IST

  • વડોદરામાં તૌકતે વાવાઝોડાની અસર
  • ભારે પવન સાથે વરસાદનું આગમન
  • વૃક્ષો ધરાશાયી થયાં, જોખમી ઘર ખાલી કરાવાયાં

    વડોદરાઃ તૌકતે વાવાઝોડા અરબી સમુદ્રમાં રુદ્ર તાંડવ કરી ગુજરાતના કાંઠા વિસ્તારો પસાર કરતાં માં પવનની ગતિ વધી છે. આજે વહેલી સવારથી શહેર જિલ્લામાં વાદળછાયા વાતાવરણ ઝરમર વરસાદની સાથે સામાન્ય દિવસો કરતાં તેજ ગતિથી પવન ફૂંકાઇ રહ્યો છે. જિલ્લા નિયંત્રણ કક્ષ દ્વારા સતત પરિસ્થિતિનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગરૂપે જિલ્લાના વિવિધ તાલુકામાં વિગતો મેળવવામાં આવી હતી. સવારના નવ વાગ્યાની આસપાસ મોટાભાગના શહેરા તાલુકામાં પ્રતિ કલાક સતત વધતી ઓછી ગતિથી પવન ફુંકાઈ રહ્યાંના ખબર મળ્યાં હતાં. શહેરમાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ પડી રહ્યો છે અને ભારે પવનના કારણે શહેરમાં અને જિલ્લાઓમાં વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યાં છે. તૌકતે વાવાઝોડાથી વડોદરા શહેરમાં, જિલ્લામાં વાતાવરણમાં પલટો આવતાં એક તબક્કે ગરમીમાં ઠંડકનો અહેસાસ શહેરીજનોને થયો હતો. કોરોનાની મહામારી ચાલી રહી છે અને બીજી બાજુ આ વાવાઝોડાની આફતના કારણે નાગરિકોમાં એક બાજુ ડર પણ હતો.
    ગત મોડીરાતથી જ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ બની

    આ પણ વાંચોઃ પોતાના જીવ સમાન 25 લાખની બોટ મુકવા રાજી નહોતો માછીમાર : જૂઓ મધદરીએ LIVE દિલધલડ રેસક્યુ ઓપરેશન

તૌકતે વાવાઝોડાને લઈને રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરુમનો ધમધમાટ

તૌકતે વાવાઝોડાને લઈને તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે શહેરમાં રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલરૂમ ધમધમતો થયો હતો. કંટ્રોલ રૂમ ખાતે 1200 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.કોર્પોરેશનના તમામ 12 વોર્ડ ઓફિસો આખી રાત ચાલુ રાખવામાં આવી હતી અને હેલ્પ લાઈન નંબર ઉપર જાહેર કરવામાં આવ્યાં હતાં. વડોદરા શહેર અને જિલ્લાના પણ હેલ્પલાઇન નંબરો જાહેર કરવામાં આવ્યા હતાં. તંત્ર દ્વારા ભયજનક 177 જેટલા હોર્ડિંગ્સ ઉતારી દેવામાં આવ્યા હતાં અને 110 જગ્યા પર ઝાડની ડાળીઓ પણ કાપી નાખવામાં આવી હતી. શહેરમાં નાનામોટા થઈને ચાર સ્થળે ઝાડ અને નાના મોટા બેનર પડ્યાં હતાં.

આ પણ વાંચોઃ અમદાવાદમાં વરસાદની શરુઆત થતાં વાતાવરણમાં ઠંડક

જોખમી મકાનો ખાલી કરવાની કામગીરી કરાઈ

શહેરમાં 600 ઉપરાંત જર્જરિત મકાનો આવેલાં છે. વાવાઝોડામાં ક્યારેય પણ પડી જાય તેવા 47 મકાનોને તંત્ર દ્વારા શિફ્ટ થવાના આદેશ પણ આપવામાં આવ્યાં હતાં. વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તાર, નાગરવાડા,ખનદેરાવ માર્કેટ વિસ્તારમાં લોકોને સચેત કરવામાં પણ આવ્યા હતાં. મધ્ય ગુજરાતમાં વાવાઝોડાના કારણે વીજ કંપનીના 181ટીમ સ્ટેન્ડ ટુ કરવામાં આવી હતી. ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.. શહેર જિલ્લાનું તંત્ર વાવાઝોડામાં તકેદારી રાખવા માટે 300 જવાનો તહેનાત કરવામાં આવ્યાં હતાં.એરપોર્ટ પર માત્ર રેસ્ક્યુ સિવાય કોઈ હવાઈ જહાજને પરવાનગી આપવામાં આવી ન હતી. વાવાઝોડાના પગલે 207 પોલીસકર્મીની જિલ્લામાં ફાળવણી કરવામાં આવી હતી. લાઈફ જેકેટ, તરવૈયા અને ઝાડ હટાવવાના સાધનો પણ તૈયાર રાખવામાં આવ્યાં હતાં. પોલીસ સ્ટેશનમાં 20 બીટ ઇન્ચાર્જ પણ ફાળવવામાં આવ્યાં હતાં. વાવાઝોડાને ઘ્યાનમાં રાખી એસ એસ જી અને સમરસ કોવિડ હોસ્પિટલમાં વધારાનો સ્ટાફ મૂકવામાં આવ્યો હતો.સામાન્ય દર્દીઓને શિફટિંગની જરૂર પડે તેવા વધારાના સ્ટાફ મદદરૂપ થઈ શકે તે માટે ઉત્તર ઝોનની કચેરી દ્વારા શહેરની સયાજી હોસ્પિટલ અને સમરસ હોસ્પિટલમાં 10 -10 કર્મચારીઓ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં હતાં. સ્થિતિ બેકાબૂ થાય તો નીચાણવાળા વિસ્તારોના પણ ડાયવર્ટ કરવાની તૈયારી તંત્ર દ્વારા કરવામાં આવશે. વડોદરા શહેરમાં કુલ 22 પોલીસ સ્ટેશન આવેલા છે કે તમામ પોલીસ ફોર્સને સ્ટેન્ડ ટુ રાખવાનો પોલીસ કમિશનર ડો શમશેરસિંગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

Last Updated : May 18, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.