ETV Bharat / state

કરજણ વિધાનસભા પેટા ચૂંટણીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી

કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મતદાનની ફરજો માટે નિયુક્ત કરવામાં આવેલા 1555 જેટલા અધિકારી અને કર્મચારીઓનો મતદાનની તારીખ પહેલાં રેપિડ કોરોના ટેસ્ટ કરવામાં આવશે. જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરે નોડલ અધિકારીઓના માધ્યમથી ચૂંટણી માટે જરૂરી પૂર્વ તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરીને માર્ગદર્શક સૂચનાઓ આપી હતી.

Karjan assembly seat
કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઇને જિલ્લા ચૂંટણી અધિકારીએ બેઠક યોજી
author img

By

Published : Oct 16, 2020, 2:04 PM IST

વડોદરા: 147- કરજણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું 3 નવેમ્બરના રોજ મતદાન કરાવવા માટે, 311 મતદાન મથકોનું સંચાલન કરવા ભારતના ચૂંટણી પંચના નિયમો અને જોગવાઈઓ તેમજ કોરોના વિષયક વિશેષ સૂચનાઓ અનુસરીને 1555 અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી કરીને જરૂરી તાલીમ આપવામાં આવી રહી છે. કોરોના સાવચેતી રૂપે મતદાનની તારીખ અગાઉ આ તમામ લોકો કોરોના મુક્ત હોવાની ખાતરી કરવા રેપિડ ટેસ્ટ કરવામાં આવશે, એવો સંકેત આપવામાં આવ્યો હતો.

જેમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શાલિની અગ્રવાલ દ્વારા ચૂંટણી સંચાલનના નિયમો પ્રમાણે વિવિધ જવાબદારીઓ અદા કરવા અને ચૂંટણીનું સમુચિત અને સંકલિત સંચાલન કરવા વર્ગ- 1 ના 16 અધિકારીઓની નોડલ અધિકારીઓ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. તેમણે બેઠક યોજીને આ અધિકારીઓ દ્વારા જરૂરી પૂર્વ તૈયારીઓ માટે કરવામાં આવેલી કામગીરીની વિગતવાર જાણકારી મેળવીને માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવી હતી. ભારતના ચૂંટણી પંચ દ્વારા નિરીક્ષણ માટે ખર્ચ નિરીક્ષક અને જનરલ નિરીક્ષક તરીકે કેન્દ્રીય સેવાઓના ઉચ્ચ અધિકારીઓ નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમના આગમન અને કામગીરીના સંદર્ભે લાઇઝન અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મતદાન કરાવવા માટે ચૂંટણી પંચે નિર્ધારિત કરેલા પ્રમાણમાં બેલેટ યુનિટ, કાઉન્ટીંગ યુનિટ અને વીવિપેટની ફાળવણી કરી દેવામાં આવી છે. આ યંત્રોને ચુસ્ત અને દુરસ્ત રાખવા 15 ટેકનિકલ ટીમોની રચના કરવામાં આવી છે.

હાલમાં ચાર જાગૃતિ રથો દ્વારા 311 મતદાન મથકના વિસ્તારોમાં મત આપવા અને વીવિપેટના ઉપયોગનું નિદર્શન કરવામાં આવી રહ્યું છે, તેમ જણાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં કાયદો અને વ્યવસ્થાની સાચવણી માટે લેવામાં આવેલા પગલાં, મતદાન સામગ્રી અને ટુકડીઓના પરિવહન માટે વાહન વ્યવસ્થા, કરજણ ખાતે મતદાન સામગ્રીના વિતરણ અને પરત સ્વીકાર માટેના કેન્દ્રોની વ્યવસ્થા સહિત વિવિધ બાબતોનો વિગતવાર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિકારી સુધીર દેસાઈ, નિવાસી અધિક કલેકટર ડી.આર.પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી આર.એમ.જોષી સહિત નોડલ અધિકારીઓ હાજર રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.