વડોદરા: શહેરના સોમા તળાવ બ્રિજથી તરસાલી વચ્ચે બંસલ મોલ પાસે આવી ગયેલા મગરનો કોલ મળતા જ શહેરની ત્રણ પ્રાણી પ્રેમી સંસ્થાઓની ટીમ અને વનવિભાગના સ્ટાફે મળી એક કલાકની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કર્યો હતો. આ પકડાયેલા મગરને વનવિભાગને સોંપી દેવામાં આવ્યો હતો.
આ અંગે માહિતી આપતાં વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રમુખ અરવિંદ પવારે જણાવ્યું હતું કે, અમારી હેલ્પ લાઈન નંબર પર કોલ આવ્યો હતો કે, તરસાલી બંસલ મોલ પાસે એક પૂંછડી વગરનો મગર આવી ગયો છે. જેથી સંસ્થાના કાર્યકર વન વિભાગને સાથે રાખીને સ્થળ પર પહોંચ્યા હતા અને ત્યાં જઇને જોયું તો આ જ મગરને આઠ મહિના પહેલા રેસ્ક્યુ કર્યો હતો. બાદમાં વન વિભાગને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ તેને સહી સલામત રેસ્ક્યુ કરીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.