ETV Bharat / state

કોરોના કાળમાં ડાર્ક વેબ પર કોવિડ - 19 વેક્સિનનું હેકર્સ દ્વારા કૌભાંડ શરૂ - latest news in Vadodara

કોરોના કાળમાં ડાર્ક વેબ પર કોવિડ - 19 વેક્સિનના ઓથા હેઠળ ડોલરમાં નાણાં પડાવવાનો ધંધો શરૂ થયો છે. હેકર્સ દ્વારા કોરોના વેક્સિનનું કૌભાંડ શરૂ કરવામાં આવ્યું છે. વેક્સિનના નામે લોભાણમી ઓફરના ઈ - મેઈલ મોકલાઈ રહ્યાં છે. ડાર્ક વેબ પર 20 ml વેક્સિનના ડોઝની 5 બીટકોઈનથી લઈ હજારો અમેરિકન ડોલરમાં મળતી હોવાની બોગસ જાહેરાતોથી છેતરાતા નહીં.

Corona
કોરોના કાળમાં ડાર્ક વેબ પર કોવિડ - 19 વેક્સિનના ઓથા હેઠળ ડોલરમાં નાણાં પડાવવાનો ધંધો શરૂ
author img

By

Published : Dec 7, 2020, 3:08 PM IST

Updated : Dec 7, 2020, 5:06 PM IST

  • ડાર્ક વેબ પર કોરોનાં વેક્સિન વેચી ડોલર રળી લેવાનું કૌભાંડ
  • વડોદરાના સાયબર એક્સપર્ટે વેક્સિનના નામે આંતરરાષ્ટ્રીય કૌભાંડનો કર્યો પર્દાફાશ
  • ડાર્ક વેબ 2 હેકર્સ આપી રહ્યા છે જાહેરાતો અને ઈ મેઈલ

વડોદરા : કોરોના કાળમાં ડાર્ક વેબ પર કોવિડ - 19 વેક્સિનના ઓથા હેઠળ ડોલરમાં નાણાં પડાવવાનો ધંધો શરૂ થયો છે. હેકર્સ દ્વારા કોરોના વેક્સિનનું કૌભાંડ શરૂ કરવામાં આવ્યું છે. વેક્સિનના નામે લોભાણમી ઓફરના ઈ - મેઈલ મોકલાઈ રહ્યાં છે. ડાર્ક વેબ પર 20 ml વેક્સિનના ડોઝની 5 બીટકોઈનથી લઈ હજારો અમેરિકન ડોલરમાં મળતી હોવાની બોગસ જાહેરાતોથી છેતરાતા નહીં.

કોરોના કાળમાં ડાર્ક વેબ પર કોવિડ - 19 વેક્સિનના ઓથા હેઠળ ડોલરમાં નાણાં પડાવવાનો ધંધો શરૂ

કોરોનાં વેક્સિન આવે તે પૂર્વે જ વેક્સિનના નામે ખોટી જાહેરાતોનો દોર શરૂ

વડોદરાના સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકરે જણાવ્યું હતું કે જો કોઈ સર્વરથી ડેટા કોમ્પ્રોમાઇઝ થયા હોય અને તે ડેટાડાર્ક વેબ પર ઉપલબ્ધ હોય તો હેકર્સ ત્યાંથી ઇ - મેઇલ એડ્રેસ મેળવી શકે છે. હેકર્સ લોકોમાં ભય ફેલાવી નાણાં પડાવે છે. ડાર્ક વેબ પર ખરીદનાર ન મળે ત્યારે હેકર્સને સોશિયલ નેટવર્ક પર એડની લિંક પ્રકાશિત કરે છે. સર્કિંગ દરમિયાન લિંક દેખાય તો એલર્ટ રહેવું જોઈએ. હેકર્સ દવાના વેપારીઓને પણ ટાર્ગેટ કરી શકે છે. અત્યારસુધી ડાર્ક વેબ પર વેક્સિનના બહાને અંદાજે 500 મિલિયનનું કૌભાંડ થયું હોવાની શંકા છે.

અંદાજીત 500 ડોલરના કૌભાંડની શંકા વ્યક્ત કરાઈ

વિશ્વમાં કોરોનાથી કરોડો લોકોએ જાન ગુમાવી અને હજુ પણ અનેક લોકો અસરગ્રસ્ત છે. દિન-પ્રતિદિન કોરોનાના નવા કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જાય છે. સ્વાસ્થય માટે જોખમી કોરોના લોકોના ખિસ્સા ખાલી કરી રહ્યો છે. અત્યારે કોરોના વેક્સિનનો મુદ્દો વિશ્વભરમાં ટૉક ઓફ ધી ટાઉન છે. જીવલેણ વાઈરસથી રક્ષણ આપતી વેક્સિન પર સૌની મીટ મંડાયેલી છે. ભારત સહિત વિશ્વના કેટલાંક દેશોમાં કોરોના વેક્સિનના ટ્રાયલ્સ ચાલી રહ્યાં છે. જોકે, હજી સુધી કોઈ દેશને અસરકારક વેક્સિન બનાવવામાં જોઈએ તેટલી સફળતા મળી નથી. હવે ડાર્ક વેબ પર હેકર્સે કોરોનાથી ડરેલા લોકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો છે. ડાર્ક વેબ પર કોરોનાની વેક્સિન વેંચાતી હોવાના ઇ - મેઇલ લોકોને કરવામાં આવી રહ્યાં છે. આ કૌભાંડમાં હેકર્સ કોરોના વેક્સિનના ફોટા બતાવી લોકો પાસે બીટકોઈન અને યુએસ ડોલરમાં નાણાં પડાવે છે.

વેક્સિનના નામે લોભાણમી ઓફરના ઈ - મેઈલ
વેક્સિનના નામે લોભાણમી ઓફરના ઈ - મેઈલ

હેકર્સ દ્વારા ડાર્ક વેબ પર વિવિધ લોભામણી જાહેરાતો

હેકર્સ દ્વારા ડાર્ક વેબ પર વિવિધ લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે. 20 ml ડોઝની એક વેક્સિનનો ભાવ 10 બતાવે છે. એક સાથે 100 થી વધુ જથ્થાબંધ ઓર્ડર માટે હેકર્સ દ્વારા જણાવવામાં આવે છે. કેટલાંક કિસ્સામાં કોરોના વેક્સિનના ઓથા હેઠળ 25 હજારથી 90 હજાર ડોલર હેકર્સ ખંખેરી લેતા હોય છે.

Last Updated : Dec 7, 2020, 5:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.