ETV Bharat / state

વડોદરાની દુમાડ ચોકડી પાસે પોલીસે વિદેશી દારૂની 58 બોટલ સાથે 1 શખ્સની કરી ધરપકડ

વડોદરા શહેર નજીક દુમાડ ચોકડી પાસે પોલીસ વોચ ગોઠવીને બેઠી હતી. તે દરમિયાન ઈન્ડિકા કારમાં વિદેશી દારૂ ભરીને આવતા એક શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. પોલીસે રૂ. 24 હજાર ઉપરાંતની કિંમત ધરાવતી દારૂની 58 બોટલો સહિત કુલ રૂ. 98,630નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

author img

By

Published : Oct 10, 2020, 3:32 PM IST

વડોદરાની દુમાડ ચોકડી પાસે વિદેશી દારૂની 58 બોટલ સાથે આરોપી ઝડપાયો

વડોદરા: ક્રાઈમબ્રાન્ચ પોલીસ મથકના જવાનો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે, નેશનલ હાઈવે નંબર 8 ઉપર ગોલ્ડન ચોકડી તરફથી દુમાડ ચોકડી તરફ રશન રાઠવા નામનો વ્યક્તિ ઈન્ડિકા કારમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો છુપાવી દુમાડ ચોકડી પાસેથી પસાર થવાનો છે.

પોલીસે બાતમીના આધારે કારને કોર્ડન કરી અટકાવી હતી. ચાલકની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચાલક રશન રાઠવા (રહે. ભુમસવાડા ગામ છોટાઉદેપુર)નો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે કારની તપાસ કરતા જુદી જુદી જગ્યાએ છુપાવેલી વિદેશી દારૂની રૂ. 24,940ની કિંમત ધરાવતી 58 બોટલો મળી આવી હતી. આરોપીએ આ દારૂનો જથ્થો દુમાડ ગામના નરેશ નામના વ્યક્તિને આપવાનો હોવાનું જણાવ્યું હતું. સમા પોલીસે વિદેશી દારૂનો જથ્થો, રોકડા રૂપિયા, મોબાઈલ ફોન ઈન્ડિકા કાર સહિત રૂ. 98,630નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.