વડોદરા: શહેરના ન્યૂ સમા વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં(Nutan Vidyalaya of vadodara) એક વિદ્યાર્થીને ગાલ પર લાફો મારતા (Teacher slaps student in Vadodara)તેના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. જે અંગે વાલી દ્વારા પોલીસમાં અરજી આપવામાં આવી છે. તો બીજી તરફ શિક્ષકે થપ્પડ માર્યાનું DEO સમક્ષ કબૂલી લેતા તેમના સામે શિક્ષાત્મક કાર્યવાહીના પગલા ભરવામાં (notice issued against teacher who slaped student) આવશે.
આ પણ વાંચો પ્રેમ જાળમાં ફસાવીને સગીર યુવતીનું કરાયું શોષણ, સગીરાએ આપ્યો બાળકને જન્મ
ક્લાસમાં બોટલમાંથી પાણી ઢોળાયું હતું: વડોદરાના હરણી વિસ્તાર આવેલ શિવાલય રેસીડેન્સીમાં રહેતો રાકેશભાઇ જાદવનો પુત્ર નિકુંજ સમા વિસ્તારમાં આવેલ નૂતન વિદ્યાલયમાં(Nutan Vidyalaya of vadodara) ધોરણ 9માં અભ્યાસ કરે છે. સોમવારે રાબેતા મુજબ નિકુંજ સ્કૂલમાં(Nutan Vidyalaya of vadodara) ગયો હતો. બપોરે રિસેષ દરમિયાન તેની બોટલમાંથી ક્લાસરૂમમાં પાણી ઢોળાતા તે સાફ કરી રહ્યો હતો. આ દરમિયાન બાજુના ક્લાસમાંથી શિક્ષક અનિલભાઇ પ્રજાપતિ આવ્યા હતા અને તેમણે નિકુંજને થપ્પડ મારી દીધી (Teacher slaps student in Vadodara)હતી.
પાંચથી સાત લાફા માર્યાનો આક્ષેપ: ઘટના અંગે નિકુંજના પિતા રાકેશભાઇએ જણાવ્યું હતું કે મારા પુત્રને છેલ્લા છ મહિનાથી ક્લાસમાં બેંચ પર નહીં પરંતુ નિચે બેસાડવામાં આવતો હતો છતાં અમે આ અંગે કોઇ ફરિયાદ કરતા ન હતા. પરંતુ સોમવારે નિકુંજને શિક્ષક અનિલભાઇએ નજીવી બાબતે પાંચથી સાત લાફા ઝીંકી દીધા (Teacher slaps student in Vadodara)હતા. જેથી નિકુંજના નાકમાંથી લોહી નિકળવા લાગ્યું હતું. છતાં તેને સ્કૂલમાં સાંજ સુધી બેસાડી રાખવામાં આવ્યો હતો અને શાળા દ્વારા કોઇ પગલા લેવાયા(notice issued against teacher who slaped student) ન હતા.
નાક અને કાનમાંથી લોહી નિકળતા હોસ્પિટલમાં સારવાર લીધી: રાકેશભાઇએ કહ્યું કે, સાંજે નિકુંજ ઘરે આવ્યો ત્યારે ફરી તેના નાક અને કાનમાંથી લોહી નિકળતા અમે પહેલા ખાનગી હોસ્પિટલમાં અને ત્યાર બાદ સયાજી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. જ્યાં તેના સિટી સ્કેન અને એક્ષરે કરી દવા આપવામાં આવી હતી. હાલ પર નિકુંજના ગાલ પર સોજો (Teacher slaps student in Vadodara)છે. આ શિક્ષક અગાઉ પણ અન્ય વિદ્યાર્થીને માર મારી ચુક્યા છે. મારો પુત્ર એટલો ડરી ગયો છે કે બે દિવસથી શાળાએ નથી જઇ શકતો. અમે આ અંગે સમા પોલીસ સ્ટેશનમાં પણ અરજી આપી છે. અમારી માંગ છે કે શિક્ષક સામે પગલા ભરાવા(notice issued against teacher who slaped student) જોઇએ.
શિક્ષકે માર માર્યાનું કબૂલ્યું: નૂતન વિદ્યાલય સ્કૂલના (Nutan Vidyalaya of vadodara)ઇન્ચાર્જ પ્રિન્સિપલ રતિભાઇ પટેલે ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે, વિદ્યાર્થીને લાફો મારવા અંગે શિક્ષક અનિલભાઇને DEO દ્વારા નોટિસ આપવામાં આવી છે. શિક્ષક અનિલભાઇએ પણ કબૂલાત કરી છે કે આવેશમાં આવી તેમણે વિદ્યાર્થીને થપ્પડ મારી હતી. આ અંગે DEO દ્વારા શિક્ષક સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગેની પ્રક્રિયા હાથધરવામાં આવી(notice issued against teacher who slaped student) છે.