ETV Bharat / state

Swine Flu Influenza variant in Vadodara : ગર્ભવતી મહિલા સ્વાઈન ફ્લૂના ઇન્ફ્લુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત, એસએસજીમાં દાખલ - એસએસજી હોસ્પિટલ

વડોદરામાં એસએસજી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલા (Pregnant woman infected ) સ્વાઈન ફ્લૂના ઇન્ફ્લુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત (Swine Flu Influenza variant in Vadodara ) થઇ હોવાના સમાચાર મળ્યાં છે. આ મહિલાને ખાનગી લેબોરેટરીમાં ચેકઅપ કરાવ્યાં બાદ એસએસજી હોસ્પિટલ (SSG Hospital )માં દાખલ કરવામાં આવી છે.

Swine Flu Influenza variant in Vadodara : ગર્ભવતી મહિલા સ્વાઈન ફ્લૂના ઇન્ફ્લુએન્ઝા વેરિયન્ટથી સંક્રમિત, એસએસજીમાં દાખલ

author img

By

Published : Jan 17, 2023, 6:58 PM IST

ગર્ભવતી મહિલા દર્દીની હાલત સ્થિર છે તેવું તબીબ કહી રહ્યા છે

વડોદરા શહેરમાં કોરોના સંક્રમણ વચ્ચે વાઘોડિયા રોડ ખાતે રહેતી 25 વર્ષીય ગર્ભવતી મહિલામાં H3N1 પોઝિટિવ લક્ષણો જણાવતા શહેરની એસએસજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સ્વાઈન ફ્લૂનો ઇન્ફ્લુએન્ઝાનો પ્રથમ દર્દી દાખલ થતા તંત્ર એલર્ટ થયું છે. દર્દી દ્વારા ખાનગી લેબોરેટરીમાં ચેકઅપ કરાવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરાઈ છે અને હાલમાં આ ગર્ભવતી મહિલા દર્દીની હાલત સ્થિર છે તેવું તબીબ કહી રહ્યા છે.

ડુક્કર દ્વારા ફેલાતો રોગ એસએસજી હોસ્પિટલના સિનિયર તબીબ ડોક્ટર ઓસમાન બેલીમે જણાવ્યું હતું કે વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઉપર રહેતી 25 વર્ષીય ગર્ભવતી પરણિતામાં H3N1 વાયરસના પોઝિટિવ લક્ષણો જણાયા હતાં. આ ફલૂ ડુક્કરમાંથી ફેલાતા રોગનો પોઝિટિવ કેસો નોંધાય છે. દર્દીને હાલમાં એસએસજી હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં હાલમાં દાખલ કરવામાં આવી છે અને તેને તબિયત હાલમાં સારી છે.

આ પણ વાંચો Vadodara Viral Video: MS યુનિવર્સિટી ફરી વિવાદમાં, યુવતી નમાઝ અદા કરતા હોવાનો વિડીયો થયો વાયરલ

દર્દીની હાલત સ્થિર આ આ અંગે વધુ માહિતી આપતા તેઓએ જણાવ્યું કે કેટલાક વર્ષો બાદ આ પ્રકારનો કોઈ દર્દી દાખલ થયો છે. ખાસ કરીને આ રોગ માટે શરદી,ખાંસી,તાવ જેવા લક્ષણો દર્દીમાં જણાતા હોય છે. ભૂતકાળમાં અનેક લોકોના H3N1 વાયરસ ભોગ લઈ ચૂક્યા છે. આ વાયરસમાં વાઘોડિયા રોડની 25 વર્ષીય ગર્ભવતી મહિલા સંક્રમિત થઈ છે. આ મહિલામાં 22 અઠવાડિયાનો ગર્ભ છે. મહિલા તાવ અને કફની સમસ્યાથી પીડાતી હતી. હાલ દર્દીની હાલત સ્થિર છે અને તેને કોઈ પણ પ્રકારની તફલિક નથી. બે દિવસમાં તેને રજા અપાશે. જેવી રીતે કોરોના વખતે કાળજી રાખી હતી તેવી જ કાળજી રાખવાની અત્યારે જરૂર છે.

આ પણ વાંચો Crackdown on Moneylenders in Vadodara : મુદ્દલ પર વ્યાજખોરોએ વધુ 42 લાખ બાકી કાઢ્યાં, બે વ્યાજખોરને દબોચતી વડોદરા પોલીસ

દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું જોઈએ ફલૂથી પીડાતી મહિલા ખાનગી લેબોટરીમાં રૂટિંગ ચેકઅપ કોરોનાનું નેગેટિવ આવ્યું હતું. ગર્ભવતી મહિલાએ બીજી વાર ચેકઅપ કરતા સ્વાઈન ફ્લુનો રીપોર્ટ પોઝિટિવ આવતા વડોદરાની સયાજી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયા હતાં. આ મહિલા દર્દીમાં મોટા લક્ષણો નથી અને ઓબ્ઝર્વેશનમાં રખાયા છે અને એક બે દિવસમાં રજા અપાશે. જનરલી કોઈ પણ ફલૂ કફ ડ્રોપ દ્વારા ફેલાતો હોય છે ત્યારે દર્દી સાથે અન્ય લોકોએ પણ માસ્ક પહેરવાની કાળજી રાખવી જોઈએ. આ રોગથી ગભરાવાની જરૂર નથી માત્ર સાવચેતી રાખવાની જરૂર છે તેવી તબીબી સલાહ આપવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.