ETV Bharat / state

દીકરીના પ્રેમલગ્નની જીદથી પતિ-પત્નીના લગ્નજીવન પર સંકટ, અભયમની ટીમે કર્યું કાઉન્સિલિંગ - દીકરીની જીદને કારણે લગ્નજીવન પર સંકટ

વડોદરામાં દીકરીના પ્રેમલગ્નની જીદના કારણે માતા-પિતાના લગ્નજીવન ભંગાણના(parents marriage breaks down due to daughter's insistence on love marriage) આરે પહોંચ્યું હતું. મહિલાના પતિ દીકરીએ પસંદ કરેલ છોકરો તેમના સમાજનો ન હોવાથી લગ્ન કરાવવા રાજી નહોતા. મહિલાએ સમજાવવાનો પ્રયત્ન કરતાં તેમણે પત્ની સાથે જ કોઈ સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. જેને પગલે મહિલાએ અભયમની મદદ લીધી હતી. અભયમની ટીમે મહિલાના પતિનું સફળ કાઉન્સિલિંગ(Successful counseling of Abhayam) કર્યું હતું.

દીકરીની જીદને કારણે લગ્નજીવન પર સંકટ:
દીકરીની જીદને કારણે લગ્નજીવન પર સંકટ:
author img

By

Published : Dec 12, 2022, 7:00 PM IST

વડોદરા: મહિલાઓની મદદ માટે સતત અભયમ મહિલા હેલ્પલાઈન 24 કલાક કાર્યરત રહે છે. અનેક વખત અભયમની ટીમે મહિલાઓની મદદ કરી તેમના ઘર સંસારને તૂટી જતાં બચાવ્યા છે. ત્યારે આજે શહેરના વારસિયા વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે(parents marriage breaks down due to daughter's insistence on love marriage) આવ્યો છે. જેમાં વડોદરા અભયમની ટીમ દ્વારા(Successful counseling of Abhayam) પ્રેમ લગ્ન કરવાની જીદે ચડેલી દીકરીને કારણે પતિ પત્નીના લગ્નજીવનને તૂટતાં બચાવ્યું હતું.(saved marriage from breaking)

દીકરીની જીદને કારણે લગ્નજીવન પર સંકટ: વડોદરા શહેરના વાઘોડિયા વિસ્તારમાં રહેતી મહિલાની દીકરી પ્રેમલગ્ન કરવા માંગતી હતી. જો કે તેમના પતિ છોકરો તેમના સમાજનો ન હોવાથી તેમની દીકરીના લગ્ન કરાવવા રાજી નહોતા. જો કે દીકરીએ તેના પ્રેમી સાથે જ લગ્ન કરવાની જીદ પકડી હતી. મહિલાએ પણ તે બાબતે પતિ સાથે વાત કરીને તેમને સમજાવવાની કોશિશ કરી હતી. પરંતુ પતિએ મહિલા સાથે સંબંધ રાખવાની ના પાડી દીધી હતી. દીકરીના જીદને લીધે પતિ-પત્નીનું જીવન ભંગાણના આરે પહોંચી ગયું હતું.

અભયમનું સફળ કાઉન્સિલિંગ: આખરે મહિલાએ 181 અભયમ મહિલા હેલ્પલાઈન પર મદદ માંગી હતી. અને જણાવ્યું હતું કે તેમના પતિ તેમને હેરાન કરે છે. દિકરી પ્રેમ લગ્નની જીદે ચઢી છે પરંતુ પતિ તે લગ્ન કરાવા માંગતા ન હોવાથી તેમનું લગ્નજીવન તૂટવા પર પહોંચી ગયું છે. અભયમની ટીમ તાત્કાલિક મહિલાના જણાવેલા સ્થળ પર પહોંચી હતી. અભયમ ટીમ દ્વારા મહિલાના પતિનું સફળ કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. તેમણે સમજાવ્યું કે તેમની દીકરી પુખ્તવયની છે અને લગ્નનો નિર્ણય જાતે લઈ શકે છે. તેમ છતાં માતા પિતાની સહમતીથી લગ્ન કરવા માંગે છે. તો એકવાર સામેવાળા દીકરીને જે છોકરો ગમે છે. તેમના પરિવારને મળી વાતચિત કરવા માટેની સલાહ આપી હતી. લગ્નજીવન પર દીકરીના લગ્નની વાતની અસર ના પડે તેનું ધ્યાન રાખવા માટે સમજાવ્યું હતું. જેથી પતિને પોતાની ભૂલ સમજાતા તે તેમના પરિવાર સાથે વાત કરી દીકરીના લગ્ન અંગે વાત કરવાનું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.