- દિવાળીના તહેવારોમાં દાન સરસવાનીનો ધોધ વહેતો થયો
- જલારામ પરિવાર ટ્રસ્ટ જરૂરિયાત મંદ લોકોની સેવામાં મોખરે
- વિકલાંગ પરિવાર અને જરૂરિયાત મંદને અનાજની કીટનું વિતરણ
- દિવાળી પર્વ પર જલારામ પરિવાર ટ્રસ્ટની પહેલ
વડોદરા : સુભાનપુરા જલારામ પરિવાર ટ્રસ્ટ તરફથી સુભાનપુરા ખાતે દિવાળી નિમિત્તે અપંગ અને ગરીબ વર્ગના પરિવારોને અનાજની કીટ, સેનેટાઈઝર અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.દિવાળી પર્વની ઉજવણીથી ગરીબ પરિવારો વંચિત રહી ના જાય તે માટે વધુ એક વખત જલારામ પરિવાર ટ્રસ્ટનો દાન સરસવાનીનો ધોધ વહેતો થયો છે. વિકલાંગ પરિવારો સહિત ગરીબ પરિવારોને રેશનિંગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
જલારામ પરિવાર ટ્રસ્ટ તરફથી છેલ્લા 23 વર્ષથી આ સેવાભાવી કાર્ય કરવામાં આવે છે. ત્યારે અગામી દીપાવલીના પર્વ નિમિત્તે સુભાનપુરા ખાતે અનાજની કીટ અને માસ્ક સેનિટાઈઝરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં RSPના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજેશ આયરે જલારામ પરિવાર ટ્રસ્ટના ટ્રસ્ટી કનુભાઈ પટેલ, પ્રમુખ ગિરીશ પટેલ , ટ્રસ્ટી કિરીટ પટેલ સહિતની ઉપસ્થિતિમાં વડોદરા શહેર અને જિલ્લામાંથી અપંગ અને ગરીબ વર્ગના પરિવારોને આશરે 350 વધુ અનાજની કીટ અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું.