ETV Bharat / state

અસ્થિર મગજની મહિલાએ કર્યો પથ્થરમારો, ટ્રાફિક પોલીસની મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત

author img

By

Published : Sep 13, 2020, 3:06 PM IST

વડોદરા શહેરના ચકલી સર્કલ ખાતે અસ્થિર મગજની મહિલા આવતા-જતા લોકોના વાહનો પર પથ્થરો મારતી હતી. આ દરમિયાન ટ્રાફિક પોલીસની એક મહિલા કર્મચારી તેને પકડવા જતાં ઈજાગ્રસ્ત થઈ હતી. જેને પગલે હોબાળો મચી ગયો હતો.

અસ્થિર મગજની મહિલાએ કર્યો પથ્થરમારો, ટ્રાફિક પોલીસની મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત
અસ્થિર મગજની મહિલાએ કર્યો પથ્થરમારો, ટ્રાફિક પોલીસની મહિલા કર્મચારી ઈજાગ્રસ્ત

વડોદરાઃ શહેરના ચકલી સર્કલ ખાતે અસ્થિર મગજની મહિલાએ વાહન ચાલકો પર પથ્થરમારો કર્યો હતો. જેમાં ફરજ પર હાજર ટ્રાફિક પોલીસની એક મહિલા કર્મચારીને પથ્થર વાગતાં માથાના ભાગે ઈજા થઈ હતી. જેને લઈને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટ્રાફિક પોલીસના કર્મચારી મગનભાઇએ જણાવ્યું હતું કે, એક મહિલા જે માનસિક રીતે બીમાર છે, તે વાહન ચાલકોને પથ્થર મારતી હતી. જેથી તેને બેસાડી દીધી હતી અને કંટ્રોલરૂમને જાણ કરી હતી. ટી.આર.બીની એક મહિલાને પણ પથ્થર મારતા તેને ઈજા પહોંચી હતી.

વાહન ચાલક કૃણાલભાઇએ જણાવ્યું હતું કે, આ મહિલાએ માનસિક સંતુલન ગુમાવ્યું હોવાથી તે વાહનો પર અને લોકોને પથ્થર મારી રહી હતી, જેથી ટ્રાફિક પોલીસના મહિલા કર્મચારીને પથ્થર લાગતા ઇજા થઇ હતી. જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.