વડોદરા: સોખડાના હરિધામમાં (Sokhada Haridham) સેવા આપતા અનુજ ચૌહાણને 6 તારીખના 4 સંતો દ્વારા મંદિરમાં ઢોર માર (Sokhada Haridham beating incident) માર્યો હતો. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોએ ભારે હોબાળો પણ મચાવ્યો હતો. આ સંજોગોમાં અનુજને તેના પરિવાર દ્વારા મંદિરમાંથી પરત ઘરે લઈ આવ્યા હતા અને પરિવારએ તેની સાથે થયેલી ઘટનાની તપાસ માટે ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અરજી કરાઇ હતી. અરજીને ધ્યાને રાખીને પોલીસ તપાસ (Sokhada Police station) આદરી દેવાય છે.
પોલીસ તપાસમાં થયો ખુલાસો
હરિધામ સોખડામાં સંતો દ્વારા એક યુવકને ઘેરીને માર મારવા મામલે આજે બુઘવારના ગ્રામ્ય SP સુધીર દેસાઈએ પ્રેસકોન્ફ્રાન્સ યોજી જેમાં જણાવ્યું કે, 6 તારીખે અનુજ ચૌહાણની અરજી બાદ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. મંદિરના જે લોકો પર આરોપ મુકવામાં આવ્યો છે તેમના નિવેદન લેવાની કામગીરી ચાલી રહી છે અને પરિવારજનોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી. આ સાથે પોલીસ તપાસમાં વાત સામે આવી છે કે, સંતોએ વિડીયો ઉતારવા બાબતે અનુજને માર માર્યો છે.
આ પણ વાંચો:
મેરઠ: લખીમપુર ખેરી ઘટનાના વિરોધમાં પોલીસે 18 લોકોની ધરપકડ કરી