પુણે મહારાષ્ટ્ર સામે રમતા એસએજી હોકી એકેડમીના અશાબ કુરેશી દ્વારા 1 ગોલ, રૂચિત પટેલ દ્વારા 3 ગોલ કરી સેમિફાઇનલમાં પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. એસએજી હોકી એકેડમી દ્વારા ઓલ ઇન્ડિયા હુસેન નબી શેખ હોકી ટુર્નામેન્ટમાં સિલ્વર મેડલ અને ટ્રોફી પ્રાપ્ત કરી હતી. યશ ગોંડલીયાને બેસ્ટ ગોલકીપર ઇન ધ ટુર્નામેન્ટ અને બેસ્ટ કુલ કોચ વિશાલ શાહને નામે છે. વડોદરા માટે હોકીના ચાહકોમાં અનેરો ઉત્સાહ છે.
ખેલાડીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે બજેટમાં પ્રાથમિકતા આપવામાં આવી છે. ખેલ મહાકુંભના લીધે રાજયના દરેક બાળકને રમત રમવાનું માધ્યમ મળે છે અને તેને ક્ષમતાઓ પૂરવાર કરવાની તક મળી રહે છે. ગુજરાતમાં બાળકોને ખેલ ક્ષેત્રે મળતુ પ્રોત્સાહન તેના આત્મવિશ્વાસમાં ઉમેરો કરે છે. વડોદરા ખાતે હોકીની શ્રેષ્ઠ તાલીમ આપવામાં આવી રહી છે.
રાજય સરકાર દ્વારા સંચાલિત હોકી એકેડમી એકમાત્ર વડોદરા ખાતે કાર્યરત છે. ત્યારે રાજયના 70 જેટલા હોકી ખેલાડીઓ ઓલિમ્પીયન અને પદ્મશ્રી કોચ ધનરાજ પિલ્લે સહિત ટીમના માર્ગદર્શનથી હોકીની શ્રેષ્ઠ તાલીમ મેળવી રહ્યા છે. ધનરાજ પિલ્લેને આ એકેડેમીના તાલીમાર્થીઓ ઇન્ડિયા હોકી ટીમમાં સ્થાન મેળવશે એવો વિશ્વાસ છે.