ETV Bharat / state

વડોદરાઃ આંકલીયા ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા , 1 કિગ્રા ચાંદીના છત્રની ચોરી

વડોદરાના ડેસર તાલુકાના આંકલીયા ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાંથી એક કિલોગ્રામ ચાંદીના છત્રની ચોરી થઇ હતી. જેથી ડેસર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. હાલ તો તસ્કરોએ મંદિરને પણ નહીં બક્ષતા શિવ ભક્તોમાં નારાજગી ફેલાઈ હતી.

વડોદરાઃ આંકલીયા ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા , 1 કિગ્રા ચાંદીના છત્રની ચોરી
વડોદરાઃ આંકલીયા ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા , 1 કિગ્રા ચાંદીના છત્રની ચોરી
author img

By

Published : Dec 22, 2020, 3:27 PM IST

  • ડેસર તાલુકાના આંકલીયા ગામે તસ્કરોનો તરખાટ
  • ગામની ભાગોળે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરને નિશાન બનાવ્યું
  • 1 કિગ્રા વજનના ચાંદીના છત્રની ચોરી કરી તસ્કરો પલાયન

વડોદરાઃ ડેસર તાલુકાના આંકલીયા ગામે આવેલા નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાંથી એક કિલોગ્રામ ચાંદીના છત્રની ચોરી થતાં ડેસર પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે. હાલ તો તસ્કરોએ મંદિરને પણ નહીં બક્ષતા શિવ ભક્તોમાં નારાજગી ફેલાઈ હતી.

તસ્કરોને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા

વડોદરા જિલ્લાના ડેસર તાલુકામાં આંકલીયા ગામની ભાગોળે આવેલા નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં ચોરીની ઘટના બની હતી. જેમાં મંદિરમાંથી 1 કિ.ગ્રા કિંમત રૂપિયા 69,562ની ચોરી કરી થતા ડેસર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

વડોદરાઃ આંકલીયા ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા , 1 કિગ્રા ચાંદીના છત્રની ચોરી
વડોદરાઃ આંકલીયા ગામે નિલકંઠેશ્વર મહાદેવ મંદિરમાં તસ્કરો ત્રાટકયા , 1 કિગ્રા ચાંદીના છત્રની ચોરી

મંદિરમાં થઇ હતી ચોરી

ગામના સરપંચે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે આંકલીયા ગામે આવેલું નિલકંઠેશ્વર મહાદેવ મંદિર કાયમી ધોરણે ખુલ્લું હોય છે. આ મંદિરમાં આરતી પૂજાનું તથા દેખરેખનું કામ ગામના જ રાજેન્દ્રસિંહ અનોપસિંહ પરમાર તથા ગામના બીજા અન્ય માણસો રોજ સવાર-સાંજ મંદિરમાં આરતી પૂજા કરવા માટે જાય છે. ત્યારે રાજેન્દ્રસિંહ તથા તેઓના માણસો સાથે સાંજના સમયે મંદિરમાં આરતી પૂજા કરવા માટે મંદિરમાં ગયા હતા. તે સમય દરમિયાન મંદિરમાં શિવલિંગ પર ચાંદીનું છત્ર હતું. જ્યારે ગામના રહેવાસી પ્રવીણભાઈ પરમાર મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. તે સમય દરમિયાન તેઓને મંદિરની અંદર 1 કિલોગ્રામનું ચાંદીનું છત્ર જોવા નહીં મળતા આ બાબતે તેઓએ ગામના અગ્રણી મેઘરાજ સિંહ કનકસિંહ પરમાર તથા જીતેન્દ્રસિંહ પરમાર ઉપરાંત અન્ય બીજા ગામના માણસોને કરી હતી.

ચાંદીનું છત્ર મંદિરમાંથી ચોરાયું હતુ

જેથી તેઓએ તત્કાલ મંદિર ખાતે ધસી આવી મંદિરમાં તપાસ કરતા ચાંદીનું છત્ર સાચે જ ગુમ થયું હોવાનું નજરે પડ્યું હતું. જેથી કરીને ચોરી થઈ હોવાનું જણાઈ આવતા ડેસર પોલીસ મથકે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવી હતી.આ બનાવ અંગે પોલીસે ફરિયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.