- સાવલીમાં શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્રનું લોકાર્પણ
- સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના ખર્ચે નવનિર્મિત બગીચાનું સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે લોકાર્પણ
- સાવલીના લોકોમાં ખુશીનો માહોલ
વડોદરાઃ જિલ્લાના સાવલી તાલુકામાં વિકાસ કાર્યોની વણથંભી વિકાસયાત્રા ચાલી રહી છે. પહેલાં નવીન આધુનિક સગવડોથી સજ્જ શાકમાર્કેટનું લોકર્પણ બાદ નિર્માણ થનારા નવીન ફ્રૂટમાર્કેટનું ખાતમુહૂર્ત ત્યારબાદ નવરાત્રીના આરંભે શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્રનું લોકાર્પણ સાંસદ રંજનબેન ભટ્ટના હસ્તે કરવામાં આવ્યું હતું. જેને લઈ બાળકો સહિત ગ્રામજનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી.
![સાવલીમાં સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના ખર્ચે શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્ર નું લોકાર્પણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:35:21:1602997521_gj-vdr-rural-01-vadodara-savali-gardenudghatan-avbb-gj10042_18102020095336_1810f_1602995016_147.jpg)
![સાવલીમાં સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના ખર્ચે શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્ર નું લોકાર્પણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:35:20:1602997520_gj-vdr-rural-01-vadodara-savali-gardenudghatan-avbb-gj10042_18102020095336_1810f_1602995016_9.jpg)
સાવલીના નગરજનો વર્ષોથી એક જાહેર બગીચાની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે નવલી નવરાત્રીના પ્રથમ નોરતાની સંધ્યાએ નગરજનોની આતુરતાનો અંત આવ્યો હતો. સાવલીના સુપ્રસિધ્ધ ભીમનાથ મહાદેવ મંદિર પાસે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટની ગ્રાન્ટમાંથી 25 લાખ રૂપિયાના ખર્ચે બાળકોના રમતગમતના સાધનો, લાઈટ અને સુશોભિત પાણીના ફુવારા તેમજ વડીલો માટે બાકડાં જેવી આધુનિક સુવિધા સાથે તૈયાર થયેલ શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્રનું લોકર્પણ સાંસદ રંજનબેન ભટ્ટ અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઈનામદારના હસ્તે કરાયું હતું. આ પ્રસંગે સાવલી નગરપાલિકાના પ્રમુખ સહિત નગરસેવકો કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.
![સાવલીમાં સાંસદની ગ્રાન્ટમાંથી રૂપિયા 25 લાખના ખર્ચે શ્રી ભીમનાથ મહાદેવ ઉદ્યાન કેન્દ્રનું લોકાર્પણ કરાયું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10:35:20:1602997520_gj-vdr-rural-01-vadodara-savali-gardenudghatan-avbb-gj10042_18102020095336_1810f_1602995016_529.jpg)