મળતી માહિતી મુજબ, શહેરમાં બ્રાન્ડેડ કંપનીઓની ઘડિયાળોનો મોટો જથ્થો મળી આવ્યા બાદ, ક્રાઇમ બ્રાન્ચે રાવપુરા મેઇન રોડ પર આવેલા શૂઝના શો રૂમમાંથી બ્રાન્ડેડ કંપનીના શૂઝનો મોટો જથ્થો કબ્જે કર્યો છે.
યુનિક શૂઝના શો રુમમાં રિબોક, નાઇકી, પ્યુમા, વેલ્સ જેવી કંપનીઓના નામે ડુપ્લિકેટ શૂઝ ગ્રાહકોને પધરાવવામાં આવતા હોવાની બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે છાપો માર્યો હતો.
આ કાર્યવાહીમાં પોલીસે જૂદી જૂદી કંપનીઓના અંદાજે રુપિયા 15 લાખથી વધુ કિંમતના બ્રાન્ડેડ બૂટ-ચપ્પલનો જથ્થો કબ્જે કરી વેપારીને પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.