- સાવલી તાલુકાની તમામ શાળાઓનો કોવિડ ગાઈડલાઈન મુજબ થયો પ્રારંભ
- સાવલીમાં તમામ શાળાઓ પુનઃ ધમધમી ઉઠી
- ધારાસભ્યએ વિદ્યાર્થીઓને આવકારી સ્વાગત કર્યું
વડોદરાઃ ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12ના વર્ગો ફરી શરૂ કરવાના નિર્ણયને પગલે સાવલીની હાઇસ્કુલ સહિત જમનોત્રી શાળામાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને આવકારી ઉત્સાહ વધારવા સ્થાનિક ધારાસભ્ય, શાળા ટ્રસ્ટી મંડળ, આચાર્ય, નગરસેવકો, અગ્રણીઓએ સ્વાગત કર્યું હતું.
વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ અને શૈક્ષણિક કીટ આપવામાં આવી
કોરોના મહામારીના પગલે ઘણાં સમયથી શિક્ષણક્ષેત્રે પણ મુશ્કેલી આવી જતાં શાળા કોલેજો બંધ કરાઈ હતી. પરંતુ રાજ્યસરકાર અને શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 11મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના શાળાઓમાં વર્ગ શરૂ કરવાના નિર્ણયને પગલે વડોદરા જીલ્લાના સાવલી-ડેસર તાલુકાની શાળાઓમાં પણ અભ્યાસ શરુ કરાયો હતો.સાવલી તાલુકાની તમામ શાળાઓનો ફરી શરૂ
ધો10માં 237 ધો.12માં 121 પૈકી 60% ઉપરાંત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાએ આવ્યા
સાવલીની હાઈસ્કૂલમાં નગર અને તાલુકામાંથી અભ્યાસ અર્થે આવતાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ ઉત્સાહભેર શાળાઓ પાર આવી પહોંચ્યા હતા. જ્યાં શાળા સંચાલકોએ સરકારની ગાઈડલાઈન અનુસાર માસ્ક, સેનેટાઈઝિંગ અને થર્મલગનથી ટેમ્પરેચરની ચકાસણી કરી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદાર, સાવલી તાલુકા કેળવણી મંડળના પ્રમુખ અશ્વિનભાઈ પરીખ, કૃષ્ણકાંત શાહ, આચાર્ય મુકેશભાઈ પટેલ, નગરસેવક હર્ષ પટેલ અંકિત રાણા સહિતના અગ્રણીઓએ વિદ્યાર્થીઓને ફૂલ અને અભ્યાસ ઉપયોગી શૈક્ષણિક કીટ આપી આવકારી વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું. સાવલી હાઈસ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં 237 અને ધોરણ 12માં 121વિદ્યાર્થીઓ પૈકી 60 % ઉપરાંત વિદ્યાર્થીઓ ઉત્સાહભેર અભ્યાસ માટે આવ્યા હતા. સરકારની ગાઈડલાઈન અનુસાર સોશ્યલ ડિસ્ટનસિંગ સાથે શિક્ષકોએ અભ્યાસ શરુ કર્યો હતો.