ETV Bharat / state

કૃષિ બીલના વિરોધમાં સાવલી આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું - Savli Mamlatdar

કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરાયેલા કૃષિ કાયદા બીલના વિરોધ મુદ્દે સાવલી આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી બીલ પાછું ખેંચવા માગ કરાઇ હતી.

કૃષિ બીલના વિરોધમાં સાવલી આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

author img

By

Published : Sep 25, 2020, 9:23 AM IST

વડોદરાઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરાયેલા કૃષિ કાયદા બીલના વિરોધમાં સાવલી આમ આદમી પાર્ટી દ્વારા સાવલી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી બીલ પાછું ખેંચવા માગ કરી હતી.
વડોદરા જિલ્લાના સાવલીમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કેન્દ્ર સરકાર દ્વારા લોકસભામાં પસાર કરાયેલા ત્રણ કૃષિ બીલને કાળો કાયદો ગણાવી આ બીલ પરત ખેંચવાની માગ કરી હતી સાથે સાવલી તાલુકા સેવાસદન ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી સાવલી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું.

કૃષિ બીલના વિરોધમાં સાવલી આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપ્યું

તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સંસદમાં, કૃષિ ઉત્પાદન અને વ્યાપાર વાણિજ્ય વિધેયક કૃષિક સશક્તિકરણ અને સંરક્ષણ વિધેયક, કૃષિસેવા કરાર નામના પસાર કરાયેલા કાયદાને કાળો કાયદો ગણાવી ત્રણેય બિલ પરત ખેંચવાની માગ સાથે ગુજરાત રાજ્યપલને ઉદ્દેશીને લખાયેલા આવેદનપત્ર સાવલી આમ આદમી પાર્ટીના સહ પ્રભારી ભયજીરામ મહારાજની આગેવાનીમાં કાર્યકરો, હોદ્દેદારોએ મામલતદારને આપ્યું હતું.

આ ત્રણેય કાયદા મુજબ ખેડૂતોને પોતાની જમીનમાં કંપનીઓના મજૂર બનાવનારા ખેતી જેવા પવિત્ર વ્યવસાયનું કંપનીકરણ કરનારા સંગ્રહખોરીને પ્રોત્સાહન આપનારા અને ખેડૂતોનું શોષણ કરનારા સામે આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.