ETV Bharat / state

Narmada Dam: નર્મદા નદી બે કાંઠે, ચાણોદમાં સ્થિતિ ગંભીર, લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ - નર્મદા નદી બે કાંઠે

નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે. ડેમમાંથી 18 લાખ 62 હજાર ક્યૂસેકથી પણ વધુ પાણીની આવક થતાં ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા અને નર્મદા ગાંડીતૂર બની હતી. ચાંદોદ પંથકમાં પ્રશાસન દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

નર્મદા નદી બે કાંઠે
નર્મદા નદી બે કાંઠે
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 8:11 AM IST

Updated : Sep 18, 2023, 12:55 PM IST

ચાંદોદ પંથકમાં પ્રશાસન દ્વારા એલર્ટ

વડોદરા/નર્મદા: સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યૂસેક પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. હાલ ડેમની સપાટી 138.68 મીટર થઈ છે અને અંદાજે 18 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. પરિણામે નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ નદી કાંઠે ન જવા માટે વહીવટી તંત્રએ સૂચનાઓ જારી કરી છે. યાત્રાધામ ચાંદોદના ઐતિહાસિક મહાલરાવઘાટના 108 પગથિયાં જે સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચાણોદ ગામલોકોને સાયરન વગાડીને એલર્ટ કરવામાં આવ્યા છે.

ચાંદોદમાં બે માળ સુધી પાણી ભરાયા: નર્મદા ડેમમાંથી 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. નર્મદાના પાણી ગામમાં પ્રવેશી ગયા હતા. જેના પરિણામે નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા હતાં. નર્મદાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા અને નર્મદા ગાંડીતૂર બની હતી. ગત મોડી રાત્રે લોકોની દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. ચાંદોદ પંથકમાં બે માળ સુધી પાણી ભરાઈ ગયા હતા. જેથી સ્થાનિક રહીશો ચિંતાતુર બન્યા હતા. જેથી નગરજનોમાં ભારી ચિંતા વ્યાપી ગઈ હતી. એટલું જ નહીં પરંતુ આ પાણી ભરાઈ જવાના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન પણ થવા પામ્યું છે.

  • ગત રાત્રે નર્મદા ડેમ માંથી લાખો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે આજ ડભોઈ તાલુકાના નંદેરિયા, ચાણોદ, ભીમપુરા, કરનાળી, ફૂલવાડી, માંડવા જેવા ગામો નર્મદા નદી નું સ્તર વધતાં પુર ગ્રસ્ત થયા હતા. @CollectorVad @Info_Vadodara @InfoGujarat @CMOGuj @Bhupendrapbjp @CRPaatilpic.twitter.com/AAIcrWH8Rw

    — Shailesh Mehta(Sotta) (@shailesh_sotta) September 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી: ડભોઈના નાયબ કલેકટર અને તાલુકા વિકાસ અધિકારી સહિતનાં અધિકારીઓની ટીમે ચાંદોદની મુલાકાત લીધી હતી અને જરૂરી સુચનાઓ આપી હતી. તેમજ તલાટી કમ મંત્રીઓને જેતે ગામોમાં રાત્રિરોકાણ કરી એલર્ટ મોડ ઉપર રહેવાની સુચનાઓ જારી કરી હતી. ચાંદોદ - કરનાળી ખાતે પાણી ભરાઈ જવાના કારણે વહીવટી તંત્રએ પાંચથી છ પરિવારજનો રેસ્ક્યુ કર્યા હતા. વિકટ પરિસ્થિતિમાં જે પરિવારો છે તેને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા તેમજ વિકટ પરિસ્થિતિ સર્જાય તેવા એંધાન આવી રહ્યા છે એટલું જ નહીં પરંતુ જે વિસ્તારમાં પાણી ભરાયા છે તે વિસ્તારોમાં રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ આરંભવી દીધી છે. નર્મદા મૈયાના પાણી સમગ્ર ગામમાં પ્રવેશી જતા વહેલી સવારથી જ વાહન વ્યવહાર ખોવાઈ ગયો હતો અને વાહનોની જગ્યાએ નગરમાં નાવડિયો ફરતી થઈ હતી.

લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ
લોકોના ઘર બે માળ સુધી પાણીમાં ગરકાવ

1994-2013નું પુનરાવર્તન: ભૂતકાળમાં પણ ચાંદોદ પંથકમાં પુષ્કર પાણી ભરાઈ જવાના બનાવો સામે આવ્યા હતા અને ચાંદોદના પ્રવેશ દ્વારના ચાર રસ્તા પાસે સુધી પાણી ભરાયા હતા. અવી વિકટ પરિસ્થિતિ 1994 માં અને 2013માં આવી પરિસ્થિતિ સર્જાઈ હતી કે સમગ્ર ચાંદોદ અને કરનાળી પંથકમાં વાહનોની જગ્યાએ નાવડીઓ ફરતી હતી તેવી પરિસ્થિતિનું ફરી પુનરાવર્તન 2023માં જોવા મળ્યું હતું. લોકોના જીવ પડીકે બંધાયા હતા. ગ્રામજનો સહાયની બૂમો પાડી રહેલા દ્રશ્યો નજરે પડ્યા હતા.

ચાંદોદ, કરનાળી અને નંદેરીયા ગામોમાં પાણી ઘૂસી ગયા

ચાંદોદ સંપૂર્ણ અંધારપટમાં: વહેલી સવારથી જ ચાલેલા વરસાદને કારણે અને નર્મદા ડેમનું પાણી છોડવાના કારણે ચાંદોદ પંથકમાં પ્રશાસન દ્વારા એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં પરંતુ ઘાટોની આજુબાજુ પાસે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે મધ્ય ગુજરાત વીજ કંપનીએ વીજ સપ્લાય બંધ કરી દેવાનો વારો આવ્યો હતો અને સંપૂર્ણ ગામ અંધાર પટમાં છવાઈ ગયું છે. તેમજ દુકાનો પણ ખાલી કરવાનો વારો આવ્યો હતો. વહીવટી તંત્ર આ ગત મોડી સાંજથી કામે લાગ્યું હતું અને ખડે પગે રહીને સમગ્ર પરિસ્થિતિને સૂલે કરી હતી.

લોકોને બફારા-ગરમીથી રાહત: વડોદરા જિલ્લા સહિત સમગ્ર ડભોઇ પંથકમાં વહેલી સવારથી જ ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી. ભારે પવન સાથે વરસાદ પડયો હતો અને ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારા-ગરમીથી રાહત મળી હતી. ડભોઇ તાલુકાના ચણવાડા, ધરમપુરી, કુકડ, ભીલાપુર, થુવાવી સીમળીયા, અમરેશ્વર સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. આમ વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો.

  1. Kadana Dam: કડાણા ડેમમાંથી મહી નદીમાં પાણી છોડાતા નદી બની ગાંડીતૂર, 106 જેટલા ગામોમાં એલર્ટ
  2. Kakrapar Dam Overflow: ઉકાઈ ડેમમાંથી પાણી છોડતાં કાકરાપાર ડેમ છલકાયો, નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

Last Updated : Sep 18, 2023, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.