- સ્ટર્લિંગ બાયોટેક લી. ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા બિઝનેસ સર્કલમાં જાણીતું નામ હતું
- હાલ સ્ટર્લિંગ બાયોટેક સામે ફડચાની કાર્યવાહી ચાલી રહી છે
- તાજેતરમાં કંપનીની સંપત્તિની હરાજી કરવાનો નિર્ણય લેવાયો
વડોદરા: જિલ્લામાં એક સમયે જાણીતું નામ એવા નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા દ્વારા સ્ટર્લિંગ (sterling)બાયોટેક લી. શરૂ કરવામાં આવી હતી. જો કે, થોડાક સમય બાદ સાંડેસરા બંધુઓ (sandersra brothers) નું હજારો કરોડનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું અને હાલ કંપની સામે કાર્યવાહી એનસીએલટીમાં ચાલી રહી છે, ત્યારે હવે ફડચા અધિકારી એડવોકેટ મમતા બિનાનીની દેખરેખ હેઠળ કંપનીની રૂપિયા 548 કરોડની સંપત્તિની ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંગે આજરોજ પબ્લિક નોટીસ પ્રસિદ્ધ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદની સ્ટર્લિંગ હોસ્પિટલમાં કેશુ બાપાએ લીધા હતા અંતિમ શ્વાસ
સ્ટર્લિંગ બાયોટેક લી.ના નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરાનું વડોદરા નહિ સમગ્ર રાજ્ય અને મુંબઇ તથા દિલ્હી સુધી દબદબો હતો. વડોદરામાં જાણીતા ગરબાનું આયોજન દર વર્ષો સાંડેસરા બંધુઓ દ્વારા કરવામાં આવતું હતું. અને બિઝનેસ વર્તુળોમાં તેમની ભારે પકડ હતી. જો કે, સાંડેસરા બંધુઓનો દબદબો અને સ્ટર્લિંગ જુથની ખ્યાતી લાંબો સમય ટકી ન હતી. સ્ટર્લિંગ બાયોટેક લી.ના સંચાલકો નિતીન સાંડેસરા અને ચેતન સાંડેસરા તથા સ્ટર્લિંગ જૂથની અન્ય કંપનીઓની મળીને હજારો કરોડ રૂપિયાનું બેંક લોન કૌભાંડ સામે આવ્યું હતું. જેમાં પ્રથમ સીબીઆઇ અને ત્યાર બાદ દેશની અગ્રણી તપાસ સંસ્થાઓ તપાસાર્થે જોડાઇ હતી. હાલ સાંડેસરા બંધુઓ સહપરિવાર દેશની બહાર છે. અને સરકારની પકડથી દૂર છે.
આ પણ વાંચો: વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી
વર્ષ 2019 માં સ્ટર્લિંગ બાયોટેક લિ. સામે ફડચા અધિકારીની નિમણુંક કરી દેવામાં આવી હતી. હાલ ફડચા અધિકારી તરીકે એડવોકેટ મમતા બિનાની છે. કંપની સામે એનસીએલટીમાં ફડચાની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે આજરોજ પ્રચાર માધ્યમોમાં પબ્લીક નોટીસ ઇશ્યુ કરવામાં આવી હતી. નોટીસ પ્રમાણે સ્ટર્લિંગ બાયોટેક લી.ની રૂ. 548 કરોડની સંપત્તીનું ઓનલાઇન ઓક્સન એટલેકે ઓનલાઇન હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 9 સપ્ટેમ્બરના રોજ ઓનલાઇન હરાજી યોજાશે. ઓનલાઇન હરાજીમાં ભાગ લેવા માટે ઇચ્છતા લોકો ફડચા અધિકારીનો સંપર્ક કરી શકે છે.