ETV Bharat / state

સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ, પ્રોવિઝન સ્ટોરને બનાવ્યું નિશાન - vadodra diwali update

વડોદરાના સાવલી તાલુકાના ગોઠડા ગામમાં એક દુકાનને નિશાન બનાવી તસ્કર ટોળકી મોબાઈલ સમેત અંદાજીત 50 થી 60 હજારની માલમત્તાની ચોરી કરી હતી. આ ચોરી કરી ઈસમો નાસી છુટતા પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા. તો હાલ પ્રોવિઝન સ્ટોરના માલિકે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ પ્રોવિઝન સ્ટોરને બનાવી નિશાન

author img

By

Published : Nov 14, 2020, 10:53 PM IST

  • દિવાળીના દિવસે સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ
  • બંધ પ્રોવિઝન સ્ટોરને બનાવ્યું નિશાન
  • મોબાઈલ સહિત 60 હજારની મુદ્દામાલની ચોરી

વડોદરાઃ સાવલી તાલુકાના ગોઠડા ગામમાં એક દુકાનને નિશાન બનાવી તસ્કર ટોળકી મોબાઈલ સમેત અંદાજીત 50 થી 60 હજારની માલમત્તાની ચોરી કરી હતી. આ ચોરી કરી ઈસમો નાસી છુટતા પોલીસના રાત્રી પેટ્રોલિંગના ધજાગરા ઉડ્યા હતા.

સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ પ્રોવિઝન સ્ટોરને બનાવી નિશાન
સાવલીના ગોઠડા ગામમાં તસ્કરોનો તરખાટ પ્રોવિઝન સ્ટોરને બનાવી નિશાન
15 દિવસમાં ચોરીના 3 બનાવ બન્યાદિવાળીના તહેવારોમાં પણ તસ્કર ટોળકીનો તરખાટ યથાવત રહેવા પામ્યો છે. સાવલીના ગોઠડા ગામે છેલ્લા 15 દિવસમાં દિવાળીના દિવસે ચોરીનો ત્રીજો બનાવ બનતાં પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠવા પામ્યા હતા.

દુકાનનું તાળું તુટેલી હાલતમાં મળી આવ્યું
ગોઠડા ગામમાં ભદ્રેશ શાહ અનાજ, કરિયાણું સહિતનો પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. ગતરાત્રે તેઓ રાબેતા મુજબ 9 વાગ્યે પ્રોવિઝન સ્ટોર બંધ કર્યો હતો. તેમજ વહેલી સવારે 4 થી 4:30 વાગ્યાની સુમારે પ્રોવિઝન સ્ટોર ખોલવા જતા તાળું અને નકુચો તૂટેલી હાલતમાં નજરે પડ્યો હતો. જેઓએ પ્રોવિઝન સ્ટોરમાં તપાસ કરતાં એક મોબાઈલ ફોન અને ગલ્લામાં મુકેલા 40 થી 45 હજાર રોકડ જણાઈ આવી ન હતી. જેથી ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ આ અંગે ગામના સરપંચ સૈયદ મહંમદઅલીને બનાવ અંગેની જાણ કરી હતી. જેથી સરપંચ તુરંત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગામમાં ચોરી થઈ હોવાની વાત વાયુ વેગે પ્રસરતાં ગ્રામજનો એકઠા થઈ ગયા હતા. તેમજ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ચોરીનો ભેદ ઉકેલવા ચક્રો કર્યા ગતિમાન

જોકે,છેલ્લા 15 દિવસમાં આ ત્રીજો ચોરીનો બનાવ બનતાં ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો હતો. આ ચોરી અંગે તટસ્થ તપાસ થાય તેમજ રાત્રી પેટ્રોલિંગ વધારવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી. હાલ તો પ્રોવિઝન સ્ટોરના માલિકે ચોરી થઇ હોવાની ફરિયાદ નોંધાવતા સાવલી પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.