ETV Bharat / state

રોગચાળો વકર્યોઃ પાણી જન્ય રોગના ભરડામાં આવ્યા લોકો, એક યુવતીનો લેવાયો ભોગ

author img

By

Published : Jul 18, 2022, 1:12 PM IST

વડોદરામાં પાણી જન્ય રોગના કેસમાં વધારો (Mosquito infestation in Vadodara )થઈ રહ્યો છે. શહેરના જેતલપુર વિસ્તારમાં પાણી જન્ય રોગના કારણે યુવતીનું મૃત્યું થયું છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી જન્ય રોગમાં વધારો થઈ રહ્યો છે.

વડોદરામાં રોગચાળો વકર્યોઃ પાણી જન્ય રોગના કારણે એક યુવતીનો લેવાયો ભોગ

વડોદરા: શહેરના જેતલપુર વિસ્તારમાં કોલેરા ફાટી નીકળ્યો હોવાની( Diarrhea Vomiting patient in Vadodara)શક્યતાઓ છે. શનિવારે રાત્રે ઝાડા ઊલટીના કારણે આ વિસ્તારની 20 વર્ષની યુવતીનું મોત થયુ છે. તેના પિતા સહિત 3 લોકો ઝાડા ઊલટીની સારવાર માટે દાખલ છે. શહેરના અન્ય વિસ્તારોમાં પણ ઝાડા ઊલટીના દર્દીઓ નોંધાયા છે અને હાલમાં 70થી વધુ દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રજૂઆત કરી છતા કોઇ ફરિયાદ સાંભળવા તૈયાર નથી - શહેરના જેતલપુર વિસ્તારમાં રહેતી ઉન્નતિ સોલંકી છેલ્લા ચાર દિવસથી ઝાડા ઊલટી થતાં સ્થાનિક ડોક્ટરની સારવાર લઇ રહી હતી. આ દરમિયાન તેના પિતાને પણ ઝાડા ઊલટી થતાં તેને હોસ્પિટલમાં (Mosquito infestation in Vadodara ) દાખલ કરાયા છે. શનિવારે રાત્રે ઉન્નતિની તબિયત વધુ લથડી હતી અને તેનું મૃત્યુ થયુ હતું. આ વિસ્તારના અન્ય બે લોકો પણ ઝાડા ઊલટીની સારવાર માટે દાખલ છે. ઉન્નતિના મૃત્યુથી આ વિસ્તારના લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા બે ત્રણ મહિનાથી અમારા વિસ્તારમાં ગંદા પાણીની સમસ્યા છે. પાણી પીવા લાયક નથી કોર્પોરેશનને વારંવાર રજૂઆત કરી છતા કોઇ ફરિયાદ સાંભળવા તૈયાર નથી.

પાણી જન્ય રોગ

આ પણ વાંચોઃ ગુજરાતમાં વોમીટિંગ, ડાયેરિયા જેવી બીમારીઓ વધતા ચીફ ઓપરેટિંગ ઓપેરશનએ શું કહ્યું?

વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો - કોર્પોરેશનની બેદરકારીથી જ ઉન્નતિનું મૃત્યુ થયું છે. વડોદરામાં છેલ્લા 10 દિવસથી ચોમાસુ જામ્યુ છે. કોર્પોરેશને પ્રિ મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારતા શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે, તો કેટલાક વિસ્તારોમાં પાણીની લાઇનો જર્જરિત હોવાથી ગટરનું પાણી તેમાં મિક્સ થતા લોકોને પીવાનું પાણી દુર્ગંધયુક્ત અને ગંદુ મળી રહ્યું હોવાની ફરિયાદ છે. લાંબા સમયથી આ ફરિયાદો હોવા છતાં માત્ર વિકાસના કામોના કોન્ટ્રાક્ટરોની જ વાતો સાંભળતા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો નાગરિકોની ફરિયાદને અવગણી રહ્યા છે જેના પરિણામે એક યુવતીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. બીજી તરફ શહેરમાં ઠેર ઠેર ભરાયેલા વરસાદી પાણી પણ રોગચાળાનું કારણ બની રહ્યા છે, વરસાદી પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે એટલે મેલેરિયા અને ડેન્ગ્યૂ વકરવાની શક્યતાઓ છે.

આ પણ વાંચોઃ Diarrhea Vomiting Cases In Navsari : વિજલપોરના કબીલપોરમાં ઝાડા ઊલ્ટીના કેસ આવતા ઘરેઘરે તપાસ શરૂ

દર વર્ષે આ સમસ્યા સર્જાય - ઝાડા ઊલટીના કારણે 20 વર્ષની ઉન્નતિ સોલંકીનુ મૃત્યુ થયુ છે. ઉન્નતિનું ઘર જેતલપુર વિસ્તારમાં આવેલુ છે.સ્થાનિકોનું કહેવું છે કે મેયરને અમે લાંબા સમયથી ગંદા અને દુર્ગંધ યુક્ત પાણીની ફરિયાદ કરી રહ્યા છીએ જ્યારે પણ ફરિયાદ કરવા માટે જઇએ છીએ ત્યારે માત્ર આશ્વાસનો મળે છે. જેતલપુરના આ વિસ્તારમાં દર વર્ષે આ સમસ્યા સર્જાય છે. મહત્વની વાત તો એ છે કે અહી કોર્પોરેશનના સફાઇ કામદારો રહે છે જે વડોદરાની સફાઇની કામગીરી કરે છે કોર્પોરેશન પોતાના જ સફાઇ કામદારા સ્ટાફને પીવા માટે શુધ્ધ પાણી આપી શક્યુ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.