- રહેણાંક મકાનમાંથી ઝેરી સાપ મળી આવ્યો
- વાઈલ્ડ લાઈફની ટીમે કર્યું રેસ્ક્યૂ
- વનવિભાગને સોપવામાં આવ્યો
વડોદરાઃ શહેર નજીક આવેલા અંકોડિયા ગામમાં રહેતા જયંતિભાઈ સોલંકી પોતાના ઘરમાં પરિવાર સાથે સૂઈ રહ્યા હતા. તે દરમિયાન ત્રણ વાગ્યાના સુમારે ઘરમાં સાપ દોખાયો હતો. જયંતિભાઈએ સાવચેતીના પગલારૂપે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યૂ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારને જાણ કરી હતી.

વાઈલ્ડ લાઈફની ટીમે કર્યું સુરક્ષીત રેસ્ક્યૂ
આ અંતર્ગત વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના અરુણ સૂર્યવંશી તેમની ટીમ સાથે જયંતિ ભાઈના ઘરે દોડી આવ્યા હતા. અને ઘરમાં ઘુસેલા ઝેરી સાપને સુરક્ષીત રીતે પકડી લોવામાં આવ્યો હતો. ત્યારબાદ જ્યંતીભાઈ સહિત તેમના પરિવારે હાશકારો અનુભવ્યો હતો. વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમે વાઈપર સ્નેકને પકડીને વન વિભાગને સુપ્રત કર્યો હતો.
