વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી પરણીતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં (Vadodara Relationship Triangle case) નોંધાવેલી ફરિયાદમાં આક્ષેપો કર્યા છે કે તેના પતિએ અન્ય મહિલા સાથે આડા સંબંધો છે. તેમજ તેનાથી એક પુત્ર પણ છે. પરિણીતાને છૂટાછેડા (Relationship Triangle issue) આપ્યા વિના જ પતિએ તરછોડતા આ મામલે મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પુત્રીના જન્મ બાદ ત્રાસ મહિલા પોલીસ સ્ટેશનમાં(Women Police Station Vadodara) નોંધાયેલી ફરિયાદ અનુસાર શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતી પરિણીતાએ વર્ષ 2010 માં માણેજાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં(Manejani Lakshminarayan Society) રહેતા રાજેશ રાજારામ હિગાડે સાથે લગ્ન કર્યા હતા. લગ્નજીવનથી તેમને એક પુત્ર અને ત્યાર બાદ એક પુત્રી જન્મી હતી. પુત્રીના જન્મ બાદ પતિ અને સાસરીયાઓનો વ્યવહાર બદલાઈ ગયો હતો. અને તેમને નાની નાની વાતોમાં ત્રાસ ગુજાર્યો હતો. પરંતુ આ મામલે પરણીતાના સાસુ સંબંધી હોવાના (surat Wife complains against husband) કારણે મામલો બહાર આવ્યો ન હતો.
આ પણ વાંચો વ્યક્તિ કે પક્ષીનું ગળું કપાય તે પહેલાં પોલીસે જપ્ત કરી ચાઈનીઝ લગામ
પોલીસ મથકમાં ફરિયાદ પરિણીત મહિલાએ (Women Based Crime News) વધુ ત્રાસ હોવાના કારણે સહન ન થતા આખરે પોતાના પિયરમાં ગઈ હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે પતિને અન્ય એક મહિલા સાથે પણ સંબંધ છે અને તેને પુત્ર થયો છે. સાથે પતિએ એક નવું મકાન લીધું છે તેના વાસ્તુપૂજનની આમંત્રિત પત્રિકામાં પણ તે મહિલાનું નામ લખાવ્યું હતું. અને તેની જોડે વાસ્તુની પૂજા પણ હતી. જેથી પરણીતાએ છૂટાછેડા આપ્યા વિના જ પતિએ અન્ય મહિલા સાથે અને સંબંધ રાખી પુત્ર થયાની ફરિયાદ મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.
આ પણ વાંચો તમિલનાડુ: મહિલાઓ સાથે ગેરવર્તન, જાહેર તળાવમાં ન્હાવા બદલ અર્ધ નગ્ન અવસ્થામાં બહાર કઢાઈ
બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ શહેરના બાપોદ વિસ્તારમાં(Bapod Area Vadodara) પણ પરણીતાએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે કે લગ્ન બાદ પતી અને સાસરીયા દહેજની માંગણી કરી ત્રાસ આપતા હતા. વધુ ત્રાસથી ત્રાહિત પરણીતા કંટાળી પિયર જઇ રહેતા સમાધાન કરી તેને તેડી લાવ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ હેરાનગતિ જોવા મળતા પરણીતાએ તેની માતા પાસેથી રૂપિયા (surat Wife complains against husband) લઈને આવ્યા હતા. આમ છતાં સમયાંતરે પતિ ઝઘડાઓ કરતા પનીતાએ પતિને છુટાછેડા આપી દીધા હતા. પતિએ કોર્ટમાં જઈ છુટાછેડા કેન્સલ કરાવી દીધા હતા.પરંતુ પતિએ પત્નીની જાણ બહાર લગ્ન કરી લેતા આ અંગે મહિલાએ બાપોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી ન્યાયની માંગણી કરી છે. આ મામલે પોલોસે વધુ તપાસ હાથ ધરી છે.