વડોદરા કોર્પોરેશનના બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ સામે બાંધકામ શાખાએ કડકાઈ સાથે કામગીરી કરી હતી. કોર્પોરેશનના બાંધકામ વિભાગ દ્વારા શહેરનાં નવાબજાર અને મંગળ બજાર વિસ્તારમાં ત્રણ જેટલી દુકાનોને સિલ કરવામાં આવી હતી.
જો કે, કોર્પોરેશન દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. જો કે, અગાઉ પણ કોર્પોરેશન દ્વારા દુકાનદારોને બાંધકામ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હતી.