વડોદરામાં વરસાદી કહેરને કારણે શહેરમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજવાનું લેવલ 212.50 ફૂટ થયું હતું અને વિશ્વામિત્રી નદી 34.50 ફૂટે પહોંચી ગઇ હતી. પરંતુ વરસાદે વિરામ લેતા આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થયો છે અને વિશ્વામિત્રી નદીની સપાટી સ્થિર થઇ છે. હાલ આજવાની સપાટી 211 ફુટ અને વિશ્વામિત્રી સપાટી 29.90 ફુટ છે.
વરસાદે વિરામ લીધા બાદ હજુ વડોદરાના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા છે. પરંતુ હવે પાણી ઓસરી રહ્યા છે. શહેરના અમુક વિસ્તારોમાંથી પાણી ઓસરી રહ્યા છે. વિશ્વામિત્રી નદીમાં પુરને કારણે કારેલીબાગ, ફતેગંજ, કમાટીપુરા, પરશુરામ ભઠ્ઠા, તુલસીવાડી, નવીનગરી વગેરે વિસ્તારોમાં ઘૂસી ગયા હતા. જેથી નજીકની શાળાઓમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
હાલ તો શહેરમાં પાણી ઓસરી રહ્યા છે. જેને પગલે જનજીવન સામાન્ય બનતું જઇ રહ્યું છે. લોકો પોતાના ધંધા રોજગાર તરફ વળી રહી છે. મોટા ભાગની દુકાનોને ઓફિસો પાણીમાં ગરકાવ હતી. હાલતો આ સમસ્યાથી લોકો બહાર નીકળી રહ્યા છે. પરંતુ હવે અવકાશી આફત બાદ શહેરમાં ગંદગીના કારણે રોગચાળાની દહેશત ફેલાવાની ભીતિ સેવાઇ રહી છે.